શિક્ષણ કાર્યનો ધમધમાટ:ક કલમનો ક... શાળાઓ શરૂબીજુ સત્ર 137 દિવસનું રહેશે

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી ભુલકાઓનું સ્વાગત કરાયું
  • જામનગર શહેરની શાળાઓમાં શિક્ષણ કાર્યનો ધમધમાટ

જામનગર સહિત રાજ્યભરની શાળાઓમાં બુધવારથી દિવાળીનું વેકેશન પૂર્ણ થઇ ગયુ છે અને બુધવારથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની મોટાભાગની શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. વિવિધ શાળાઓ વેકેશન બાદ ફરીથી ધમધમવા લાગી છે. દિવાળીમાં ફૂલ મોજ મસ્તી કરી ચુકેલા બાળકો આજે સ્કૂલ શરૂ થતા ખુશ જોવા મળ્યા હતા. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક અને ખાનગી પ્રાથમિક માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ શેક્ષણિક સત્રમાં 104 દિવસના અભ્યાસ બાદ 21 દિવસનું વેકેશન પડ્યું હતું.બીજા. સત્રમાં વિદ્યાર્થીઓનું 137 દિવસનો શાળાકીય અભ્યાસ કરવાનો રહેશે.

દિવાળી પછી નવા નૂતન વર્ષમાં બુધવારે પ્રથમ દિવસથી શાળાઓમાં નવા સત્રની શરૂઅાત થઇ અને સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે. ધણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક અને મોં મીઠા કરીને આવકારવામાં આવ્યા હતાં તો શાળાઓમાં વિદ્યાર્થીઓએ પણ ગુરૂજન શિક્ષકોના વંદન કરીને આર્શીવાદ મેળવ્યા હતા. શિક્ષકોએ પણ વિધાર્થીઓને નવા વર્ષની શુભકામના આપી હતી.

વેકેશન ખુલતા પ્રથમ દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ
21 દિવસનાં વેકેશન બાદ સ્કૂલે જવા માટે બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાઓ ખૂલતાની સાથે જ વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા. દિવાળીનું વેકેશન માણીને બુધવારે બાળકો તેમના મિત્રોને તેમના ટીચરને મળ્યા હતાં. વેકેશન બાદનાં પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળી હતી. જો કે બુધવારે રાજ્યની ઘણી શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...