જામનગર આઇએનએસ વાલસૂરામાં સૌરાષ્ટ્ર કક્ષાનો પ્રથમ સાહિત્ય ઉત્સવ યોજાયો હતો. જેમાં સૈનિક ઇતિહાસ, પત્રકારત્વ, જીવન શૈલી સહિતના અન્ય ક્ષેત્રના 12 લેખકોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જામનગર આઇએનએસ વાલસૂરામાં સૌરાષ્ટ્ર ક્ષેત્રનો પ્રથમ સાહિત્ય ઉત્સવ યોજાયો હતો. સારા પુસ્તકોનું વાંચન વધે તે હેતુથી યોજાયેલા આ ઉત્સવમાં પત્રકારત્વ, જીવન શૈલી, પ્રાચીન કથા, પ્રબંધનના સિધ્ધાંત, પ્રકાશન, રંગમચ તથા ટીવી ક્ષેત્રના 12 ખ્યાતનામ લેખકોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
ઉત્સવમાં શહેરની જુદી-જુદી શાળાના 100 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તદઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ સશસ્ત્ર સેનાના કર્મચારીઓ જોડાયા હતાં. ચાર સત્રમાં યોજાયેલા ઉત્સવમાં સમુદ્રનો ઇતિહાસ, પ્રાચીન કથાઓ, મહિલા સશકિતકરણ તથા પુસ્તક વાંચવાની સારી આદતનો વિકાસ કેમ કરવો તેની ચર્ચા કરવામાં આવી હતી. તદઉપરાંત બે હજાર પુસ્તકો સાથે પુસ્તક મેળાનું આયોજન કરાયું હતું. આ તકે બાળકોની ફેન્સી ડ્રેસની હરિફાઇ પણ યોજાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.