સહાય:જામનગરમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલ હોમગાર્ડ જવાનને 25 લાખની સહાય ચૂકવાયાની પ્રથમ ઘટના

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાના ખાતામાં ઈ-પેમેન્ટથી પૈસા જમા થતાં તેમની આંખો ભરાઈ આવી

કોરોનાકાળમાં આરોગ્યકર્મીઓ પોલીસ જવાનોની સાથે હોમગાર્ડઝ જવાનોએ પણ સતત ખડેપગે રહી કાબીલેદાદ કામગીરી કરી હતી. આ દરમિયાન જામનગર શહેર હોમગાર્ડઝ સિટી સી યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય દયારામ દામા કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડતા તેનું અવસાન થયું હતું. આ મૃત્તક જવાનના પરિવારને મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂપિયા 25 લાખની આર્થિક સહાય ચુકવાવમાં આવી હતી. કોરોના સમયે હોમગાર્ડઝ જવાનોએ પણ પરિવારની પરવાહ કર્યા વગર દિન-રાત એક કરી યશસ્વી ફરજ બજાવી હતી.

આ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા હોય તેવા કર્મચારી-અધિકારીના અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને મુખ્યમંત્રી રાહતનિધીમાંથી રૂપિયા 25 લાખ ચુકવવાનો ઠરાવ પસાર કરાયો હતો. સરકારના આ ઠરાવ મુજબ જામનગર શહેર હોમગાર્ડઝ સિટી સી યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. દયારામ એન. દામાને પોતાની ફરજ દરમિયાન કોરોના સંક્રમણ લાગતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

​​​અને તા.14-4-2021ના રોજ તેઓનું અવસાન થયું હતું. સ્વ. દયારામ દામાના વારસદારને આ સહાય મળી રહે તે માટે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એસ.જે. ભીંડી દ્વારા જામનગર કલેક્ટર, પોલીસ અધિક્ષક, તબીબી અધિક્ષક તથા હોમગાર્ડ કમાન્ડન્ટ જનરલ, અમદાવાદના સંકલનમાં રહી સહાય અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં અવી હતી. ત્યારબાદ આ દરખાસ્ત સરકારે મંજૂર કરી મુખ્યમંત્રી રાહતફંડમાંથી હોમગાર્ડઝ સભ્ય સ્વ.દયારામ દામાના વારસદાર તેઓના માતાના બેન્ક એકાઉન્ટમાં રૂા.25,00,000 ઇ-પેમેન્ટથી જમા થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...