જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ઝડપી પોલીસે પાંચ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. દુષ્કર્મ કેસના આરોપી સામે પાંચ જ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હોય તેવી જામનગરના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે. મહત્વપૂર્ણ છે કે, ચકચારી ઘટના બાદ જામનગરના વકીલ મંડળ દ્વારા પણ આરોપીના પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય લેવાયો હતો.
ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ થયું હતું
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી ચાર વર્ષની માસૂમ બાળકી પર સાજન જંગ બહાદુર નેપાળીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ હેઠલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
જામનગરના ઈતિહાસમાં પાંચ દિવસમાં ચાર્જશીટની પ્રથમ ઘટના
મામલાની ગંભીરતાને ધ્યાન પર લઈ જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ આરોપી ઝડપાયા બાદ તાત્કાલીક ચાર્જશીટ ફાઈલ કરવા ટીમને આદેશ આપ્યો હતો. જામનગર પોલીસ દ્વારા આ મામલાની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસે જરુરી નિવેદનો અને સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. આરોપી ઝડપાયાના પાંચ જ દિવસમાં જામનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યું છે.
જામનગરના વકીલ મંડળે આરોપી પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો
ચાર વર્ષની માસૂમ બાળકી પર બનેલી ચકચારી ઘટનાના પગલે નરાધમ પર ફીટકાર વરસી રહ્યો છે. જામનગરના વકીલ મંડળ દ્વારા પણ આરોપી પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.