દુર્ઘટના:દીપભવન કચેરીમાં ત્રીજા માળે આગથી અફડાતફડી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12000 લીટર પાણીનો મારો ચલાવાયો : ધુમાડાના ગોટાના કારણે ફાયરના જવાનોને માસ્ક પહેરીને જવું પડયું

જામનગરમાં પટેલકોલોની વિસ્તારમાં આવેલી લાઇટહાઉસની દીપભવન કચેરીમાં ત્રીજા માળે આગથી અફડાતફડી મચી ગઇ હતી. ધુમાડાના ગોટાના કારણે ફાયરના જવાનોને માસ્ક પહેરી આગ ઓલવાની ફરજ પડી હતી. શોક-શર્કીટના કારણે લાગેલી આગમાં વાયર, એસી, બારીના લાકડા બળી ગયા હતાં.

શહેરમાં પટેલ કોલોની નં.9 પાસે આવેલી લાઇટહાઉસની દીપભવન કચેરીમાં શનિવારે બપોરે 1 વાગ્યા આસપાસ ત્રીજા માળે શોક-શર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ઇલેકટ્રીક વીજવાયરો સળગી ઉઠતા ભારે ધુમાડો થયો હતો. બનાવની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને આગ ઓલવાની કામગીરી શરૂ કરી હતી. ભારે ધુમાડાના કારણે ફાયરના જવાનોને બી-એ સેટ માસ્ક પહેરી આગ ઓલવાની ફરજ પડી હતી. 12000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઓલવાઇ હતી. આગને કારણે વાયર, એસી, બારીના લાકડા બળી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...