તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પીપરટોડામાં ઘાસ ડેપોમાં 3 દિવસ બાદ લાગેલી આગ પર કાબૂ મેળવાયો

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગ પર ત્વરિત કાબૂ મેળવવામાં જિલ્લા વહીવટી તંત્ર, વનવિભાગ સહિતના જોડાયા

જામનગર વન વિભાગ હેઠળની લાલપુર રેન્જના પીપરટોડા ઘાંસ ડેપો ખાતે તા.1લી મે ના રોજ જોરદાર પવન સાથે વરસાદ તથા વીજળી પડેલ. જેમાં સમગ્ર પંથકમાં પણ ત્રણ-ચાર સ્થળોએ વીજળી પડેલ. આ વેળાએ ડેપો ખાતે પ્લેટફોર્મ નં,1 પર અંદાજે 3,46,924 કિ.ગ્રા. ઘાસની 4518 ગાંસડી ગોઠવેલ હતી જેની કીમત રૂ.31,22,316 રૂપિયા થાય છે.

તેના પર વીજળી પડતા આ તમામ ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. ડેપોના ચોકીદાર જયેન્દ્રસિંહ વાઢેરે તા.1લી મે ના રોજ આશરે 15:30 કલાકે જોરદાર પવન અને કરા સાથેનો વરસાદ તેમજ ઘાંસ ડેપોના પ્લેટફોર્મ નં.1 પર વીજળી પડયાની ટેલીફોનીક જાણ આર.એફ.ઓ એમ.ડી બડીયાવદરને કરી હતી.બાદ માં તમામ સ્ટાફ અને એકત્રિત થયેલા ગામલોકો આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગ્યા હતા. દરમ્યાન નાયબ વન સંરક્ષક જામનગર આર.બી.પરસાણાને બનાવની માહિતી મળતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

દરમ્યાનમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્ક કરી વિવિધ અગ્નિશામક ટીમોને ઘટનાસ્થળે બોલાવી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.હાલ આગ લાગવાની ઘટનાને ૪૨ કલાકથી વધુનો સમય વિતી ગયો છે. અને આગને સંપૂર્ણ કાબુમાં લઈ ડેપો ખાતેના અન્ય પ્લેટફોર્મ પ્રભાવિત ન થાય તે માટેના પ્રયત્નો સફળ નીવડ્યા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનને લઇ જૂનાગઢથી મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ટીમો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જામ્યુકો ઉપરાંત જામજોધપુર ન.પા. રિલાયન્સ, એસ્સાર,ન્યારા, ભારતીય વાયુસેના,ભારત ઓમાન રીફાઈનરી, દિગ્વિજય સિમેન્ટ, G.S.E.C.L.વગેરેની અગ્નિશામક ટીમો દ્વારા ભૂમિકા અદા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો