જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી રવિવારે પોલીસ હેડકવાર્ટર શરુ સેકસન ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે જેમાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરશે. જ્યારે સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ને ધ્યાને લઈ તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
રવિવારે યોજાનારા ધ્વજવંદન અને પરેડના કાર્યક્રમનું આજે રિહર્સલ યોજવામા આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લા કલેકટર ડો સૌરભ પારઘી જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રન અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા તેમજ એસડીએમ આસ્થા ડાંગર સહિતના અધિકારીઓ ઉપસ્થિત થતા પર્વ ઉજવણી કાર્યક્રમ નું આયોજન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.