અકસ્માત:3 વર્ષના બાળકને ભટકાતું બચાવવા જતાં આખી ગાડી દિવાલમાં ઘૂસી ગઇ

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલથી વચ્ચેના રોડ પર બનેલ બનાવ
  • રોડ પર ગાય જોઇ સ્ટિયરિંગ ઘુમાવ્યું તો બાળક બારીમાં ભટકાતું હતું

જામનગરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલથી વચ્ચેના રોડ પર મંગળવારે રાત્રીના પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ખેતીવાડીની દિવાલમાં ઘૂસી ગઇ હતી. કાર દિવાલમાં ઘૂસી જતાં દિવાલમાં બાકોરૂં પડી ગયું હતું.

બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મોટરકારના નંબરના આધારે ગાડી માલિકને શોધીને તેની પુછપરછ સાથે તપાસ હાથ ધરી હતી. સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઅાઇ કે.એલ. ગાધેના જણાવ્યા મુજબ, શહેરના સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ વચ્ચે મંગળવારની રાત્રે એક પરિવાર પોતાની કાર નં. જીજે-10ડીઇ-0033 લઇને પોતાના ઘરે પરત ફરી રહયો હતો ત્યારે રોડ પર ગાય દેખાતા તેને તારવવા માટે કાર ચાલકે ગાડી ઘૂમાવી હતી.

જોકે, એમ કરવા જતાં ગાડીમાં રહેલ 3 વર્ષનો બાળક બારી સાથે ભટકાઇ જાય તેમ હતો. પરિણામે બાળકને બચાવવા જતાં તેમની કાર ખેતીવાડીની દિવાલમાં ઘૂસી ગઇ હતી. સદ્દભાગ્યે આ અકસ્માતમાં જાનહાનિ કે ગંભીર ઇજા થવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...