ઈમાનદારી:ઇમરજન્સી સેવાના કર્મચારીએ રૂ.40 હજાર રોકડા અને એક મોબાઇલ દર્દીને પાછો આપ્યો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત થતા દર્દીને 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા પડી ગયા હતા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખારચિયા ગામમાં ઇમરજન્સી સેવાના કર્મચારીએ રૂ.40 હજાર રોકડા અને એક મોબાઇલ દર્દીને પાછો આપ્યો હતો. જેમાં અકસ્માત થતા 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા સમયે દર્દીની પાસેથી રહી ગયા હતા.

જોડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખારચિયા ગામના વતની અને હાલમાં જામનગર શહેરમાં રહેતા રાજેન્દ્રસિંહ બી. જાડેજા ખારચિયા ગામેથી જામનગર જવા માટે નીકળ્યા હતા. અને કેશિયા ગામના પાટિયા પાસે બાઇક સ્લિપ થતા પડી ગયા હતા. અને નાની મોટી ઇજાઓ થઈ હતી. અને તાત્કાલિક સારવાર અર્થે 108 ની મદદથી નજીકની જોડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

108 ના બંન્ને કર્મચારીઓની પ્રામાણિકતાએ ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું

જે દરમિયાન 108ના કર્મચારીઓને રાજેન્દ્રસિંહ પાસેથી ખાસ ડોક્યુમેન્ટમાં એક બેન્કની પાસબુક, ચેકબુક અને એક મોબાઈલ અને રૂ.40 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જેમાં 108 ના પાઇલોટ રાજદીપસિંહ જાડેજા અને ઇએમટી અલ્પેશભાઈ દેસાઈએ મૂળ માલિકને વસ્તુઓ અને રોકડ પરત કરી હતી. અને ફરજ પર ઈમાનદારી બતાવી હતી. ત્યારે 108 ના બંન્ને કર્મચારીઓની પ્રામાણિકતાએ ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તો મૂળ માલિક દ્વારા બંન્ને કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...