નિર્ણય:વરસાદની આગાહીના પગલે શિક્ષણ સમિતિની 44 શાળામાં આજે રજા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય શાળાઓમાં રજાની એનએસયુઆઇની માંગણી ડીઇઓ કચેરીએ ફગાવી

જામનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળામાં શનિવારે રજા જાહેર કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પણ શિક્ષકોએ શાળાએ હાજર રહેવું પડશે. અન્ય શાળાઓમાં રજાની એનએસયુઆઇએ માંગણી કરી હતી. પરંતુ ડીઇઓ કચેરી દ્વારા રજા જાહેર કરવામાં આવી નથી.

જામગનરમાં શનિવાર અને રવિવારના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શનિવારે સમિતિની તમામ 44 શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જો કે, શિક્ષકોએ શાળાએ હાજર રહેવું પડશે. બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે શહેરની અન્ય ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં રજા રાખવા એનએસયુઆઇએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ ડીઇઓ કચેરી દ્બારા રજા જાહેર કરવામાં આવી ન હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...