તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ફોર વ્હીલર પસંદગીના નંબર માટે 17થી 25 ફેબ્રુઆરી સુધીનો સમય, ગોલ્ડન-સિલ્વર નંબર માટે ઈ-ઓક્સન થશે

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગર જિલ્લામાં ફોર-વ્હીલર માટેની સીરીઝ જીજે-10 ડીઇના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજી તા.17 થી 25 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. ઇ-ઓકશન માટે 26 થી 28 ફેબ્રુઆરીના બપોરે 11.59 કલાક સુધી બીડીંગ કરી શકાશે. ઇ-ઓકશનનું પરિણામ તા.28 ફેબ્રુઆરીના બપોરના 12 વાગ્યા બાદ જાહેર થશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ આરટીઓની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી વેબસાઇટ પર લોગ ઇન કરી વાહન ખરીદીના 7 દિવસની અંદર ઓનલાઇન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ નિયત સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો