તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સિક્કા, ખાનગી કંપનીના યાર્ડમાં ચોરી કરનારી બેલડી ઝડપાઇ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • લોકડાઉન દરમિયાન રૂા. 2.75 લાખની મત્તા ઉસેડી જવાઇ હતી
 • ચોરાઉ માલ ખરીદનારને પણ દબોચી લેતી પોલીસ, પુછતાછ

જામનગર-ખંભાળીયા ઘોરીમાર્ગ પર મોટી ખાવડી નજીક સિકકા પંથકમાં ખાનગી કંપનીના કન્ટેઇનરના તાળા તોડી અંદરથી રૂ.2.75 લાખની માલમતાની ચોરીના પ્રકરણમાં બે શખ્સોને પોલીસે દબોચી લીઘા હતા અને રૂ.1.04 લાખનો ચોરાઉ મુદામાલ પણ જપ્ત કર્યો હતો.જયારે ચોરીનો માલ ખરીદનારને પણ પકડી પાડી સધન પુછતાછ શરૂ કરી છે.જામનગર-ખંભાળીયા હાઇવે પર સિકકા નજીક રીલાયન્સ કંપની દ્વારા કિલોસ્કર કોરોકોટ પ્રા. લિ.ને 50 વિધા જમીન ફાળવવામાં આવી છે. જે જમીનમાં કિર્લોસ્કર કંપનીના યાર્ડ ખાતે લોકડાઉન દરમિયાન અંદર પ્રવેશી કોઇ તસ્કર જુદી જુદી 22 જેટલી ચિજ વસ્તુઓ મળી રૂ.2.75 લાખની મતા ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ હતી.

સિકકાના પીએસઆઇ જે.ડી.પરમાર અને સ્ટાફે ચોરીના આ બનાવ મામલે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ચોરીમાં સંડોવાયેલા શખ્સો મુદામાલ વેચવાની તજવિજ કરી રહયા હોવાની બાતમીના આધારે સોનીયો જયંતીભાઇ મકવાણા અને મનસુખ કોબાભાઇ વાઘેલાને પકડી પાડયા હતા અને પોલીસે તેની પુછપરછ કરતા આરોપીના રહેણાંક મકાન અને અન્ય એકના ઘરેથી અમુક ચોરાઉ મુદામાલ પણ મળી આવ્યો હતો.જયારે ચોરીનો મુદામાલ ખરીદનાર સંદીપ જગદીશભાઇ રાઠોડને પણ પોલીસે દબોચી લીઘો હતો અને ત્રણેયના કોવિડ પરીક્ષણ માટે તજવિજ હાથ ધરી છે. પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો