તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:જામનગરમાં ઈંગ્લીશ દારૂની 172 બોટલ ભરેલી કાર સાથે ચાલક ઝબ્બે

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂ સપ્લાયર કરનારી બેલડી સહિત ત્રણ શખ્સોની શોધખોળ

જામનગરમાં સીટી બીના પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પુર્વ બાતમીના આધારે પોલીસે ભીમવાસ મેઇન રોડ પર પસાર થતી એક કારને આંતરી લીઘી હતી.જેની તલાશી લેતા અંદરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂ.86 હજારની કિંમતની 172 બોટલ મળી આવી હતી.

આથી પોલીસે ચાલક વિજય ખેંગારભાઇ ચાવડા (રે.નાગનાથ ગેઇટ)ને પકડી પાડી દારૂ અને કાર સહિત રૂ.3.36 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જયારે દારૂની હેરાફેરી પ્રકરણમાં સંડોવાયેલો રોહિત ચાવડા નામનો શખ્સ નાશી છુટયાનુ જાહેર થયુ છે.પોલીસ પુછપરછમાં આ દારૂ હિરેન ચાવડા અને અસગર કમોરાએ સપ્લાય કર્યો હોવાનુ કબુલતા પોલીસે ત્રણેયની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો