ફરિયાદ:જિલ્લામાં દાયકામાં વન્ય પ્રાણી શિકારના 27 ગુના નોંધાયા

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરિયાણ, શિકાર, આગ સહિત કુલ 200 ફરિયાદનો સમાવેશ

જામનગર શહેર-જિલ્લામાં વન વિભાગના વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષમાં ચરિયાણ કટીંગ, વન્ય પ્રાણી શિકાર, આગ સહિતના કુલ 200 ગુના નોંધાયા છે. જેમાં 27 ગુના વન્ય પ્રાણી શિકારના છે. 200 માંથી 172 ગુનાનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે 15 ગુનાના અદાલતમાં કેસ ચાલી રહ્યા છે, તેમ વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં વર્ષ 2010-11 થી 2020-21 સુધીમાં તા.23 જુલાઇની સ્થિતિએ વન વિભાગની જામનગર,દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, સિક્કા, જોડીયા અને ખીજડીયા રેન્જમાં ચરિયાણ કટીંગ, વન્ય પ્રાણી શિકાર આગ સહિતના કુલ 200 ગુના નોંધાયા છે. જે પૈકી વન્ય પ્રાણી શિકારના 27 ગુનાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે ખંભાળિયા રેન્જમાં 9 , દ્વારકામાં 8 અને જોડિયામાં 4 ગુના નોંધાયા હતા. ચરિયાણના સૌથી વધારે ખીજડીયા રેન્જમાં 29, જામનગરમાં 24, જોડીયામાં 5 , સિક્કા 1માં ગુના નોંધાયો હતો. કુલ 200 પૈકી 172 ગુનાનો નિકાલ કરવામાં આવ્યો છે. 15 ગુનામાં કોર્ટ કેસ ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...