જામનગર વહીવટી તંત્ર દ્વારા રોડ સેફ્ટી સહિત મતદાન જાગૃતિ માટે જાણકારી આપતા એલઈડી સ્ક્રીનના 5 ટાવર ઉભા કરવામાં આવ્યા હતા. જે સાત રસ્તા પાસેનું એલઈડી સ્ક્રીન દશેરાના દિવસે જ ઘોડુ ન દોડ્યું હોય તેમ બંધ થઈ ગયું જેના કારણે દોઢ કરોડના ખર્ચે બનેલા આ ટાવર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક મહાનગરોમાં લોકોને વિવિધ ઉપયોગી માહિતી મળી રહે તે માટે એલઈડી સ્ક્રીન સાથેના ટાવરો ઉભા કરવામાં આવે છે. જામનગર શહેરમાં પણ આવા જ ઉદેશ્ય સાથે 5 ટાવરો લાલ બંગલા સર્કલ, સાત રસ્તા, ડીકેવી, પવનચક્કી અને દિગ્જામ સર્કલ પાસે ઉભા કરવામાં આવ્યા છે.
જેમાં વેરીયેબલ મેસેજીસ ડિસ્પલે થાય. આ માટે દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ ચૂંટણી આડે ગણતરીની કલાકો બાકી છે ત્યારે સાત રસ્તા સર્કલ પાસે આવેલા ડિસ્પ્લે ટાવરની સ્ક્રીન ઉડી ગઈ હતી અને તે બંધ થઈ ગયું હતું. આમ, આ ટાવરની ગુણવતા અને તેની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.