તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ રેશિયો વધ્યો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 446 પોઝિટિવ કેસ સામે 759 લોકોએ કોરોનાને હરાવ્યો

જામનગર શહેર-જિલ્લામાં એકાદ માસ બાદ રાહતના સમાચાર આવ્યા છે જેમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શનિવારે જાહેર થયેલા આંકડામાં પોઝિટિવ કેસો કરતા કોરોનાને હરાવનાર લોકોની સંખ્યા વધી ગઈ છે. જેના કારણે હોસ્પિટલ તંત્રએ પણ આંશિક રાહતનો શ્વાસ લીધો છે.જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર છેલ્લા એક માસથી ટોચ પર હતો.

દરરોજ 700 ઉપરાંતના પોઝિટિવ કેસો નોંધાતા હતા. શનિવારે જાહેર થયેલા આંકડામાં મોટી રાહત અને કોરોનાની પીછેહઠ જોવા મળી હતી. જેમાં શહેરમાં 382 અને ગ્રામ્ય વિસ્તારમાં 264 મળી કુલ 646 પોઝિટિવ કેસો નોંધાયા હતા તો સામે પક્ષે કોરોનાને શહેરમાંથી 306 લોકો અને ગ્રામ્યમાંથી 453 લોકો મળી 759 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સરકારી આંકડા મુજબ 11 મોત થયા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં 61 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.

હોસ્પિટલના પટાંગણમાંથી મંડપો નિકળી ગયા
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ ઉમટી પડતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, દર્દી સાથે તેમના સગા-સંબંધીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા હોય તેઓ માટે તંત્ર દ્વારા હોસ્પિટલના પટાંગણમાં મંડપની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસમાં ઘટાડાથી બહાર ગામથી આવનાર દર્દીઓ પણ ઘટી ગયા છે, જેના કારણે તંત્ર દ્વારા શનિવારે હોસ્પિટલના પટાંગણમાં લગાવવામાં આવેલા મંડપો ઉખેડી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...