તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશાનું કિરણ:જામનગરમાં કોરોનાનો ડિસ્ચાર્જ દર 5 દિવસમાં વધીને 90 ટકા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતાં જી.જી.ની કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતારો ઘટી છે. - Divya Bhaskar
કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતાં જી.જી.ની કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતારો ઘટી છે.
  • જામનગર શહેર-જિલ્લામાં 3280 પોઝિટિવ કેસ સામે 3135 દર્દી મહામારી સામે જંગ જીત્યા
  • શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી સ્વસ્થ થતાં દર્દીઓનું પ્રમાણ વધુ
  • સંક્રમણ ઓછું થતાં નવા કેસમાં ઉતરોતર ઘટાડાથી લોકોમાં રાહતની લાગણી
  • ડિસ્ચાર્જ દરમાં વધારો, હોસ્પિટલમાં એમ્બ્યુલસની કતારો ઓછી થઇ

જામનગરમાં પાંચ દિવસમાં કોરોનાનો ડિસ્ચાર્જ દર વધીને 90 ટકા થતાં તંત્રની સાથે લોકોએ હાશકારો અનુભવ્યો છે. કારણે કે, શહેર-જિલ્લામાં 3280 પોઝિટિવ કેસ સામે 3135 દર્દી મહામારી સામે જંગ જીત્યા છે. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી સ્વસ્થ થતાં દર્દીઓનું પ્રમાણ વધુ છે. સંક્રમણ ઓછું થતાં નવા કેસમાં ઉતરોતર ઘટાડો નોંધાયો છે.કોરોનાની બીજી લહેર વધુ ઘાતક નિવડતા રાજયના અન્ય શહેરોની સાથે જામનગરમાં પણ મહામારીએ કાળોકેર વર્તાવતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા પથારીઓ ખૂટી પડી હતી.

બીજી બાજુ ઓક્સિજન સહિત કોરોનાને જરૂરી દવાઓની પણ અછત થતાં લોકોની મુશ્કેલી બેવડાઇ હતી. જો કે, મે મહિનાના પ્રારંભથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ પોઝિટિવ કેસની સામે દર્દીઓના ડિસ્ચાર્જ દરમાં વધારો થતાં આશાનું નવું કિરણ જોવા મળ્યું છે. કારણ કે, 6 થી 10 મે દરમ્યાન એટલે કે 5 દિવસમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો દર્દીનો ડિસ્ચાર્જ દર વધીને 90 ટકાએ પહોંચ્યો છે. આ પાંચ દિવસમાં શહેર-જિલ્લામાં કુલ 3280 પોઝિટિવ કેસની સામે 3135 દર્દી સ્વસ્થ થયાં છે.

ગ્રામ્યમાં સંક્રમિત સામે 100 ટકાથી વધુ દર્દીઓ સ્વસ્થ
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસમાં કોરોનનો ડિસ્ચાર્જ દર વધીને 90 ટકાએ પહોંચ્યો છે. જેમાં શહેરમાં 1797 પોઝિટિવ કેસ સામે 1483 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં 1506 નવા કેસ સામે 1629 દર્દીએ મહામારીને હરાવી છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિસ્ચાર્જ રેશિયો 100 ટકાથી વધુ નોંધાયો છે.

5 દિવસમાં પોઝિટિવ અને ડિસ્ચાર્જ દર્દીની ફેકટફાઇલ​​​​​​​

તારીખપોઝિટિવડિસ્ચાર્જ
શહેરગ્રામ્યશહેરગ્રામ્ય
6397332301277
7398326307305
8382264306453
9348238308280
10272323284314

​​​​​​​

કાેરોનાના 516 કેસ સામે 608 દર્દીએ મહામારીને હરાવી, 53 મોત, ગ્રામ્યમાં કેસમાં વધુ ઘટાડો નોંધાયો
જામનગરમાં ઘણાં દિવસો બાદ મંગળવારે પોઝિટિવ કરતા વધુ દર્દી સ્વસ્થ થતાં 516 નવા પોઝિટિવ કેસ સામે 608 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. જો કે, શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સાથે-સાથે મૃત્યુદર પણ ઘટયો છે.જામગનરમાં કોરોનાના કહેરમાં આંશિક ઘટાડો થતાં કેસની સંખ્યા અને મૃત્યુદર પણ ઘટયો છે. જેના કારણે તંત્રની સાથે લોકોએ હાશકારો અનુભવ્યો છે. જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં સોમવારે રાત્રીથી મંગળવારે સાંજ સુધીમાં 53 દર્દીના મોત નિપજયા હતાં.

જો કે, ઘણાં દિવસો બાદ પોઝિટિવ કેસ કરતા વધુ દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. કારણ કે, મંગળવારે શહેરમાં 307 અને જિલ્લામાં 208 મળી કુલ 516 નવા કેસ નોંધાયા હતાં. જેની સામે શહેરમાં 319 અને જિલ્લામાં 289 મળી કુલ 608 દર્દીએ કોરોનાને મ્હાત કરતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં. પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ રેટ વધતા અને મૃત્યુદરમાં પણ આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતની લાગણી અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...