તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપાર-ધંધા બંધ:વેપારી સાથે પોલીસ ની માથાકૂટ થતા ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ આવ્યું મેદાનમાં

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસ વેપાર-ધંધા બંધ રાખ્યા

ધ્રોલના ગાંધી ચોકમાં આંગડિયા પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ ઝાલા નામના વેપારી બીજા માળે ઓફિસે બેઠા હતા ત્યારે બે જમાદાર મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા અને માસ્ક બાબતે માથાકૂટ કરતાં વેપારીએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જઇ ઢોરમાર માર્યો બાબત બની હતી જેનાથી વેપારીની આંખ બચી ગઇ હતી. જેને લઇને ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એક દિવસ વેપાર-ધંધા બંધ રાખવામાં આવ્યા છે.

આજે ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સર્વે ભાઈઓને જાણ કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા વેપારી પર વારંવાર રજૂઆત કરવા છતાં માર મારવો ગાળો આપવી ધમકી આપવી તથા વસ્તુ લઈ જવા બાબતની રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતાં તે માટે કંટાળીને તેમનો યોગ્ય નિવેડો આવે તથા વારંવાર ન થાય તે માટે બધા વેપારીઓએ તારીખ 27-6-2021ના રોજ સવારથી સાંજ સુધી એક દિવસ માટે બધા ધંધા વેપાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ સાથ સહકાર આપવા નમ્ર અપીલ પણ કરવામાં આવી છે. તેમ ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નવિનભાઇ શાહે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...