સાયબર ક્રાઈમના કર્મચારીઓનું સન્માન:ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં નોંધપાત્ર કામગીરી કરનાર પોલીસકર્મીઓનું ડીજીપીના હસ્તે સન્માન કરાયું

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • "સાયબર કોપ ઓફ ધ મંથ" દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

ભારત સહિત વિશ્વના દેશોમાં પ્રતિબંધિત ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કન્ટેન્ટનો ફેલાવો કરનારા તત્વોનો પર્દાફાશ કરનાર જામનગર સાયબર ક્રાઈમ પોલીસના સ્ટાફનું ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આધુનિક તકનીકના ઉપયોગથી જામનગર જીલ્લાના સાયબર ક્રાઈમ્ પો.સ્ટેના કર્મચારીઓ દ્વારા ભારત સહિત વૈશ્વિક દેશોમાં પ્રતિબંધિત ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગત વિવિધ કંટેટ લોકોને સહેલાઈથી મળી રહે તે માટે આરોપી દ્વારા એપ તથા વેબસાઈટ બ્લોગ ડેવલોપ કરી તેના પ્રચાર માટે વિવિધ આંતરાષ્ટ્રીય ગ્રુપ બનાવી તથા ટેલીગ્રામ બોટ બનાવી આવા ચાઈલ્ડ પોર્નોગ્રાફી કંટેંટ સરક્યુલેટ કરતા આરોપીને ગાંધીનગર જીલ્લા ખાતેથી પકડી લાવી ઉતકુષ્ટ કામગીરી કરેલ હતી. જે બદલ પો.ઈન્સ પી.પી.ઝા, એ.એસ.આઈ ધીરજભાઈ જેઠાભાઈ ભુસા, પો.હેડ કોન્સ ભગીરથસિંહ અનોપસિંહ જાડેજા તથા પો.કોન્સ વિકીભાઈ હિરેનભાઈ ઝાલા નાઓને ડીજીપી આશિષ ભાટિયા દ્વારા "સાયબર કોપ ઓફ ધ મંથ" દ્વારા સન્માનીત કરવામા આવ્યા.

અન્ય સમાચારો પણ છે...