તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારીઓ ધંધે લાગ્યા:જામનગરના ડીઇઓ ચાર્જ આપ્યા વગર સપ્તાહની રજા પર ઉતરી ગયા

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મહત્વની કામગીરી ઠપ
  • અરજદારો અને શિક્ષકોમાં રોષ

જામનગરના ડીઇઓ ચાર્જ આપ્યા વગર સપ્તાહની રજા પર ઉતરી જતાં શિક્ષણાધિકારી કચેરીમાં કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આથી કર્મચારીઓ ધંધે લાગ્યા છે. જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી છાશવારે વિવાદોમાં ઘેરાયેલી રહે છે. આમ છતાં કચેરીની કામગીરી સુધરવાને બદલે કથળી રહી છે.

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડિયા ચાર્જ આપ્યા વગર સપ્તાહની રજા પર ઉતરી જતાં ભારે આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. ડીઇઓ કોઇપણને ચાર્જ આપ્યા વગર રજા પર જતાં કચેરીમાં મહત્વની કામગીરી ઠપ થઇ છે.

રજા પર છું, કોઇને ચાર્જ આપ્યો નથી
હું સપ્તાહની રજા પર છું. જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ અન્ય કોઇને આપ્યો નથી. રજા માટે શિક્ષણ વિભાગમાં રિપોર્ટ મૂકવો પડે છે. જયાંથી મંજૂર થયા બાદ રજા પર જઇ શકાય છેે. > એસ.એલ.ડોડિયા, ડીઈઓ,

અન્ય સમાચારો પણ છે...