જામનગર શહેરમાં વર્ષોથી શ્રાવણ મહિનાની સાતમ-આઠમ અને નોમના ત્રિદિવસીય મેળાનું આયોજન થાય છે. લોકો ઉત્સાહપૂર્વક મેળાની ઉજવણી કરતા હોય છે. પરંતુ, કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી જામનગરમાં મેળાનું આયોજન થયું ન હતું. હાલ કોરોના કંટ્રોલમાં હોય અને વેક્સિનેશન પણ નોંધપાત્ર થયું હોવાથી જામનગર મનપાએ ચાલુ વર્ષે લોકમેળાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
જામનગર ચાર સ્થળો પર મેળો યોજવાનો નિર્ણય
જામનગરમાં વર્ષોથી રંગમતી નદીના પટ્ટમાં શ્રાવણી લોકમેળાનું આયોજન થતું. પરંતુ, આ જગ્યા ટૂંકી પડતા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદર્શન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદર્શન મેદાનની સાથે રંગમતી નદીના પટ્ટમાં પણ મેળાનું આયોજન શરૂ કરાયું છે. ચાલુ વર્ષે મનપાએ રંગમતી નદીના પટ્ટ, પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય બે સ્થળો પર મેળો યોજવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કર્યો છે.
જામનગરવાસીઓ પરિવાર સાથે મેળાની મોજ માણતા હોય છે
જામનગરમાં વર્ષોથી સાતમ-આઠમ-નોમના ત્રિદિવસીય મેળાની ઉજવણી થાય છે. આ મેળો શહેરીજનો સહપરિવાર માણતા હોય છે. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પણ મેળો માણવા પહોંચતા હોય છે.
રણમલ તળાવ, ખંભાળીયા ગેઈટ - 3 વર્ષના વાર્ષિક કોન્ટ્રાક્ટ પાછળ રૂા.2.31 કરોડનો ખર્ચ થશે
પાઇપલાઇન અને લેબર વર્ક માટે રૂા.10.32 કરોડ ખર્ચાશે
15માં નાણા પંચની ગ્રાન્ટ અન્વયે જુદા જુદા વિસ્તારમાં આંતરીક પાઈપ લાઈન નેટવર્ક અંતર્ગત 100 એમએમ ડાયાથી 750 એમએમડાયા સુધી ડીઆઈ કે-7 આંતરીક પાઈપ લાઈન તથા સંલગ્ન માલ-સામાન સપ્લાય તથા લેબર વર્કના કામ અંગે રૂ.10.32 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની ગ્રાન્ટ અન્વયે શહેરના આંતરિક રસ્તા ઉપર આસ્ફાલ્ટ પેચવર્ક, રી-સર્ફેસીંગ કરવાના કામ માટે રૂ.1.10 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.