નિર્ણય:જામનગરમાં પણ આ વર્ષે નહીં નીકળે તાજીયા ઝુલુસ કમિટીનો નિર્ણય

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીટી બી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
  • તાજીયા અને માતમ પર જ રખાશે

જામનગરમાં તહેવારોમાં કોવિડ ગાઇડલાઇન જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી. જેમાં એએસપી નીતેશ પાંડેના અધ્યક્ષ સ્થાને તાજીયા કમિટીના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તાજીયા કમિટી દ્વારા તાજીયાના ઝુલુસ નહિ કાઢવાનો નિર્ણય લેવાયો હતો.

સીટી એ, બી અને સી ડિવિઝનના પી.આઈ તેમજ બેડી મરિન પોલીસ સ્ટેશન તેમજ વિપક્ષી નેતા અને કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેમાં શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા ના તહેવાર ઉજવવા માટે તાજીયા કમિટીના આગેવાનો સાથે ચર્ચાઓ કરી અને તાજીયા કમિટીના આગેવાનો એ જ તાજીયાના ઝુલુસ ન કાઢવા માટેનો નિર્ણય લીધો હતો. જ્યારે ઘરમાં જ તહેવારો ઉજવી કોવિડ ગાઈડલાઈન નું પાલન કરવા પોલીસ તંત્ર દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.