તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જામનગરના મૃત્યુદરમાં ફરી ઉછાળો આવ્યો 24 કલાકમાં 75 દર્દીએ અંતિમશ્વાસ લીધા

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
જામનગર જેવી સેવા તો કયાંય ન થાય,વિનામૂલ્યે ફ્રુટ-પાણીનું વિતરણ - Divya Bhaskar
જામનગર જેવી સેવા તો કયાંય ન થાય,વિનામૂલ્યે ફ્રુટ-પાણીનું વિતરણ
 • એક જ દિવસમાં શહેરમાં 397 અને જિલ્લામાં 331 લોકો મહામારીમાં સપડાયા
 • 484 દર્દીઓ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા

જામનગરમાં કોરોનાનો કહેર ઘટવાનું નામ ન લેતાં પુન: મૃત્યુદર વધતા 24 કલાકમાં 75 દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે. એક જ દિવસમાં શહેરમાં 397 અને જિલ્લામાં 331 લોકો મહામારીમાં સપડાયા છે. પોઝિટિવ કરતા બમણાથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં તંત્રએ આંશિક રાહત અનુભવી છે.

જામનગરમાં કોરોનાનો કહેર આંશિક ઘટતા પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે મૃત્યુદર પણ ઘટયો હતો. પરંતુ સોમવારે રાત્રીથી મંગળવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 75 દર્દીના મોત થતાં મૃત્યુદર પુન: વધ્યો હતો. જયારે મંગળવારે શહેરમાં 397 અને જિલ્લામાં 331 મળી કુલ 728 લોકો મહામારીની ઝપટમાં આવ્યા હતાં. જેની સામે શહેરમાં 301 અને જિલ્લામાં 183 મળી કુલ 484 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. મંગળવારે પોઝિટિવ કેસની સામે બમણાંથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા તંત્રએ રાહત અનુભવી હતી. જોકે, મૃત્યુદરમાં વધારો ચિંતાનો વિષય બન્યો છે.

​​​​​​​કોરોનાનું સંક્રમણ વધતા જી.જી.માં સ્થાનિક તેમજ અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિમાં રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને અર્હમ યુવા ગ્રુપના સહયોગથી મેડીકલ કોલેજ પાસે કોરોના દર્દી અને તેના પરિજનો માટે વિનામૂલ્યે ફ્રુટ અને પાણીનું વિતરણ શરૂ કરાયું છે. નિ:શુલ્ક ફ્રુટ સેવા માતુશ્રી કમલાબેન મણીલાલ દોશી અને ફ્રી પરમ જલ સેવા માટે અર્હમ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો