તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતા વયોવૃધ્ધ ઘરે ખાટલા પરથી પડી જતા સપ્તાહની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.મોટી ગોપ ગામે રહેતા અને નિવૃત્ત જીવન વ્યતિત કરતા જુસુબભાઇ સીદીભાઇ કાતેલીયા (ઉ.વ. 80) નામના વૃધ્ધ ગત તા.26ના રોજ સવારે ઘરે ખાટલામાંથી ઉભા થવા જતા વૃધ્ધાવસ્થાના કારણે પડી ગયા હતા. આથી તેઓને તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં લગભગ એકાદ સપ્તાહની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની કરીમભાઈ જુસબભાઈ કાતેલિયાએ પોલીસને જાણ કરાતા જામજોધપુર પોલીસની ટીમે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.