દુર્ઘટના:ઝાડ કાપતી વખતે નીચે પટકાયેલા યુવાનનું મોત, જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એરફોર્સ ખાતે ઓફિસર ક્વાર્ટરની ઘટના

જામનગરમાં એરફોર્સ-1માં ઓફિસર ક્વાર્ટર પાસે ઝાડ પર ચડી ડાળી કાપતી વખતે ડાળી તૂટતાં નીચે પડી ગયેલા યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નિપજ્યું છે. જામનગરમાં એરફોર્સ-1માં ઓફિસર ક્વાર્ટરના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતાં અલ્પેશ મહેશભાઇ વાઘેલા (ઉ.વ.27) ગત્ તા.16મીના રોજ સાંજે પોણા પાંચેક વાગ્યાના સુમારે ઝાડ કાપતો હતો ત્યારે ઝાડની ડાળી તૂટતાં તે ઝાડ પરથી નીચે પડી ગયો હતો.

જેમાં તેને શરીરના ભાગે ઇજાઓ પહોંચતાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સર્જીકલ વોર્ડમાં દાખલ કરાયેલા આ યુવાનનું એક દિવસની સારવાર બાદ બુધવારે બપોરે મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવના પગલે મૃત્તકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...