પોલીસની તપાસ શરૂ:ફલ્લા પાસેના કંકાવટી ડેમમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ મળ્યો

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપઘાત કે અકસ્માત તે દિશામાં પોલીસની તપાસ શરૂ

ભાસ્કર ન્યૂઝ | જામનગર નજીક આવેલા ફલ્લા પાસેના કંકાવટી ડેમમાં કોઇ યુવાન પડી ગયો હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં તેઓ દોડી ગયા હતાં અને યુવાનનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢી બહાર કાઢયો હતો. ફલ્લા ગામ નજીકના ખીલોસ પાસેના કંકાવટી ડેમમાં સોમવારે સવારે કોઈ યુવાન પડી ગયા હોવાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ધસી ગયો હતો. ડેમમાં બોટ ઉતારી ફાયરના જવાનોએ શરૃ કરેલી શોધખોળમાં પાણીમાંથી દેવેન્દ્રસિંહ દિલુભા વાઘેલા નામના આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાને આપઘાત કર્યો કે અકસ્માતે પડયો તે દિશામાં તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...