તપાસ:કોઠાવિસોત્રી ગામે શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યાની આશંકા, પેનલ પીએમ અર્થે ખસેડાયો

ખંભાળિયા તાલુકાના સલાયા પાસેના કોઠાવિસોત્રી ગામે એક વૃદ્ધનું તેના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સાથે પોલીસે પેનલ પીએમ અર્થે જામનગર ખસેડયો છે. ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામે રહેતા લાલજીભાઈ રણછોડભાઈ (ઉ.વ.65) નામના વૃદ્ધ બપોરે તેમના ઘરેથી મૃત:પ્રાય હાલતમાં મળી આવ્યા હતા. જે બનાવની મૃતકના પરિજને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી હત્યાની આશંકા ઉઠતા તેને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડયો છે.

મૃતકનો પુત્ર દારૂ સંબંધિત કેસમાં પકડાયો હતો. જેને જામીન પર છોડાવવા માટે તેના પત્ની અને પુત્રી બંને ગયા હતા. જે દરમિયાન વૃદ્ધ ઘરે એકલા રહ્યા હતા. પરિજનો બપોરે ઘરે પરત આવ્યા હતા ત્યારે લાલજીભાઈનો શંકાસ્પદ હાલતમાં લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આ બનાવે કોઠાવિસોત્રી સહિત પંથકભરમાં ભારે ચકચાર જગાવી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...