તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દીકરીની નજર સામે માતાને કચડી ટ્રકચાલક ભાગી છૂટ્યો

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • એક્ટિવાને ટક્કર મારી પછાડ્યા બાદ કચડ્યા

જામનગરમાં પૂર ઝડપે દોડતા એક ટ્રકે એક્ટિવાને ઠોકર મારતા એક્ટિવા પાછળ સવાર એક મહિલા પરથી ટ્રકના તોતીંગ ટાયર ફરી વળતા તેણીનું કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું છે. આ અકસ્માત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મહાપ્રભુજીની બેઠક નજીક જલારામ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા મોહીની બેન કાનજીભાઇ પરમાર પોતાનું જી.જે.10 સી.એલ. 7403 નંબરનું એકટીવા લઇ પસાર થતા હતા ત્યારે પૂર ઝડપે આવી ચડેલા જી.જે.10 ઝેડ 7752 નંબરના ટ્રકએ એકટીવાને જોરદાર ઠોકર મારી હતી.

જેમાં એકટીવા પાછળ બેઠેલા મોહીનીબેનના માતા મંજુલાબેન ટ્રક નીચે આવી ગયા હતા.અને ટ્રકનું તોતીંગ ટાયર તેણીના શરીર પરથી ફરી વળ્યું હતું અને માથું ચગદાઇ જતા તેણીનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. અકસ્માત નિપજાવી ટ્રક ચાલક નાસી છુટયો હતો. જયારે આ બનાવ અંગે મોહિનીબેને નાશી ગયેલ ટ્રક ચાલક સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ભાગી છૂટેલા ટ્રકચાલકને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો