તરસાઇનો બનાવ:કુદરતી હાજતે ગયેલા યુવકને મગરે પાણીમાં ખેંચી લીધો, મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઇજાગ્રસ્ત યુવાને સારવાર પુર્વે દમ તોડ્યો
  • મગરે દેખા દેતા સ્થાનિકોમાં ભયનું લખલખું : ભારે અરેરાટી

જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે નદીના કાંઠે કુદરતી હાજતે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી જતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે રહેતો અને મજુરીકામ કરતો કનુભાઇ જીવાભાઇ વાઢીયા (ઉ.વ. 43) નામનો શ્રમિક યુવાન મંગળવારે સવારે નવ વાગ્યાના સુમારે નદી કિનારે કુદરતી હાજતે ગયો હતો.જે વેળાએ અચાનક જ મગરએ દેખા દેતા તેને પાણીમાં ખેંચી લીઘો હતો.જે બનાવના પગલે ભારે દેકારો બોલી ગયો હતો. જે દરમિયાન પાણીમાં મગરએ ખેંચી લેતા શરીરે ગંભીર ઇજા થતા તુરંત જ સ્થાનિકો સહિતના લોકોએ બહાર કાઢીને જામજોધપુર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.જોકે,ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.

આ બનાવની મૃતકના પરીજન રાજુભાઇ કનુભાઇ વાઢીયાએ જાણ કરતા જામજોધપુર પોલીસની ટીમ ઘટનાસ્થળ અને હોસ્પીટલમાં દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તરસાઇ પંથકની નદીમાં મગરના આક્રમણમાં માનવ જીંદગીનો ભોગ લેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ મગરના પગરવના પગલે સ્થાનિકો સહિત સીમના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...