ફરિયાદ:ચંગા ગામે કરોડોની જમીન પચાવી પાડવા મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ રહેતા મહાજન પરીવારની જમીન મેર પિતા-પુત્રએ પચાવી લીધી હતી

જામનગર તાલુકાના ચંગા ગામમાં 30 વર્ષ પહેલાં વાવવા માટે જમીન મેળવ્યા પછી ખાલી નહીં કરી દબાણ કરી લેવાના મામલે ત્રણ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. જામનગરના ચંગા ગામના વતની અને હાલ મુંબઈના કાંદીવલી વેસ્ટમાં રહેતા નિલેશભાઈ ભીમજીભાઈ ગોસરાણી નામના મહાજન વેપારી કે જેઓની ચંદા ગામમાં જમીન કે જે આજથી 30 વર્ષ પહેલાં ચંગા ગામમાં જ રહેતા સામતભાઈ જીવાભાઇ મેર, કેશુભાઈ સામતભાઈ મેર, અને ભીખાભાઈ સામતભાઈ મેર નામના પિતા પુત્રોએ વાવવા માટે લીધી હતી.

જે જમીન ખાલી નહીં કરી અંદાજે 48 વીઘા ખેતીની જમીન કે જેની કિંમત કરોડોમાં થાય છે, જે જમીન નો કબજો રાખી લીધો હતો, અને ખાલી નહીં કરતાં આખરે મામલો જિલ્લા કલેકટર સમક્ષ લઈ જવાયો હતો. જિલ્લા કલેકટર દ્વારા ઉપરોક્ત જમીન સંબંધે તપાસ કરી પુરાવાઓ એકત્ર કરવા માટેનો આદેશ કરાયો હતો, જેના પુરાવાઓના આધારે ઉપરોક્ત જમીનમાં પેશકદમી થઈ હોય તેવું જાહેર થયું હતું. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવા માટે જિલ્લા પોલીસવડાને આદેશ કરાયો હતો.

જે આદેશના પગલે જામનગરના પંચકો સી બી. ડિવિઝન પોલીસ મથકમાં મહાજન વેપારી નિલેશભાઈ ગોસરાણી ની ફરિયાદ ના આધારે ત્રણેય આરોપીઓ સામતભાઈ જીવાભાઇ મેર તેમજ કેશુભાઈ સામતભાઈ મેર, ભીખાભાઈ સામતભાઈ મેર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર ગુનો નોંધ્યો છે અને ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...