વિવાહ સંસ્કાર:મોંઘવારીનો માર-વર-કન્યા પક્ષનો સાથે મળીને લગ્ન કરવાનો ક્રેઝ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના બજેટમાં 30 થી 40 ટકાનો ઘટાડો થયો, પ્રસંગમાં હલ્દી રસમ બાદ પુલ પાર્ટીનો ટ્રેન્ડ

દિવાળી બાદ લગ્નની સિઝન શરૂ થઇ છે. કોરોના કારણે લગ્નમાં લોકોની સંખ્યા મર્યાદીત હોવાથી તેમજ મોંઘવારીમાં પણ લગ્નની મોજ સારી રીતે માણી શકાય તે માટે વર અને કન્યા પક્ષ સાથે મળીને એક સાથે એક જ જગ્યા પર લગ્ન કરવાનો ક્રેઝ વધ્યો છે. જેના માટે મુખ્યત્વે લોકો ડેસ્ટિનેશન વેડિંગ, રિસોર્ટ, હોટેલ વગેરેની પસંદગી કરી રહયા છે. આથી જામનગર શહેરના તમામ રિસોર્ટ, હોટેલ અને હોલ ફુલ થઇ ગયા છે. બીજી બાજુ મેનેજમેન્ટ કંપનીઓ, ડીજે, ડેકોરેટ સહિતના બિઝનેસમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.

જો કે, કોરોનાકાળમાં પડેલો આર્થિક ફટકો અને મોંઘવારી કારણે લોકોનું લગ્નનું બજેટ 30 થી 40 ટકા ઘટ્યુ છે. કોરોનાની અસર તમામ ક્ષેત્ર પર થતા લોકોને આર્થિક નુકસાન થયું હતું. જેની અસર હજી પણ જોવા મળી રહી છે.પહેલા 1 ઇવેન્ટનું બજેટ રૂ. 1 લાખ હોય તે ઇવેન્ટ હવે રૂ.40 થી 50 હજારમાં લોકો કરાવી રહ્યા છે. ઉપરાંત લોકો બુકિંગનુ એડવાન્સ પેમેન્ટ પણ ખૂબ ઓછું આપી રહ્યા છે.

લગ્નસરાની સીઝનમાં ઇવેન્ટના નાના ધંધાર્થીઓને ફાયદો
લગ્ના માટે મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ ડેકોર માટે બહારથી મજૂરો બોલાવવામાં આવે છે. આથી ટ્રાન્સપોર્ટ અને તેનો રહેવાનો ખર્ચ વધી જાય છે. જ્યારે નાના બજેટ પર કામ કરનાર લોકલ મજૂરો હોય છે. આથી તેનું બજેટ પણ ઓછું હોય છે. તેને કારણે નાના બિઝનેસ વાળા ઉપર આવી રહ્યા છે અને મોટા બિઝનેસ વાળાને થોડી તકલીફ થઈ રહી છે.> હેમાંશુ ચુડાસમા, ઇવેન્ટ મેનેજમેન્ટ, જામનગર.

ટ્રેન્ડિંગ લગ્નથીમ

  • રેડ રોયલ
  • બ્લેક મટકા
  • વાઈટ ઓર્કેટ
  • પીકોક
  • રોયલ રાજપુતાના

ડીજેના ભાવમાં 15 ટકાનો વધારો
લગ્નસરાની સિઝન શરૂ થતા જ ડીજેના બુકિંગ ફેબ્રુઆરી મહિના સુધી થઈ ગયા છે. ચાલુ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું બન્યું છે.જેને કારણે ડીજેના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે.> કાનાભાઈ નેગાંધી, ડીજે, જામનગર.

લગ્નમાં મહેંદી સેરેમનીનો ક્રેઝમાં ઘટાડો
કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ હજુ લોકોમાં કોરોનાનો ભય હોવાના કારણે એક જ દિવસ માં લગ્ન પતાવી રહ્યા છે. જેને કારણે લગ્નમાં મેંદી સેરેમનીનો ક્રેઝ ઓછો થયો છે. બીજી બાજુ હલ્દી (પીઠી)માં પુલ પાર્ટીનો ક્રેઝ વધ્યો છે. જેને કારણે લોકો હવે લગ્નમાં હલ્દી સેરેમનીને હાઈલાઈટ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...