ક્ષત્રિયોનો ઈતિહાસ રજુ:ભૂચર મોરી મેદાનમાં દેશની પ્રથમ શૌર્ય કથા યોજાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે

ધ્રોલના ભુચરમોરી મેદાનમાં અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા તા. 25 થી 31 દરમિયાન રોજ સવારે 9.30 થી 11 દરમિયાન ક્ષત્રિયોનો ઈતિહાસ રજુ કરીને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાનો ગુજરાતનો પ્રથમ પ્રયાસ થયો છે.

કાર્યક્રમમાં શૌર્યકથાના પ્રારંભના દિવસે 25 ડિસેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલ રીતે કાર્યક્રમને સંબોધશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મંજુપરા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલા, રાઘવજી પટેલ અને કિરિટસિંહ રાણા તેમજ તા.31ના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે.

તા.25 થી તા.31 સુધી શોર્ય કથા સપ્તાહ યોજાશે. જેમાં દરરોજ સવારે 9.30 થી 11 દરમિયાન રાજપુત સમાજમાં નવચેતન માટે સતત કાર્યરત ડો.જયેન્દ્રસિંહ જાડેજા વીરગાથા રજુ કરશે અને દરરોજ વિવિધ કલાકારો દ્વારા અવનવા કાર્યક્રમો રજૂ કરશે. તા.29ના બપોરે ભુચરમોરી મેદાનમાં અશ્વ દોડ યોજાશે અને તા.31ના સવારે યુવા જાગૃતિ દિવસ નિમિતે યુવાધન વ્યસન મુક્તિના સપથ લેશે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા તા. 25 થી 31 ડિસેમ્બર દરમિયાન ધ્રોળ નજીક આવેલ ભૂચરમોરીમાં દેશની ‘શૌર્ય કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. શૌર્યકથાના આરંભ પૂર્વે તા. 24ના સવારે 10 વાગ્યે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા યજ્ઞ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આયોજકો-આગેવાનો દ્વારા રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પ્રતિદિન 1.30 વાગ્યે કલાકે ભોજન-પ્રસાદ વિતરણ થશે. કથા દરમિયાન રાજ્યભરમાંથી રાજપૂત અગ્રણીઓ તથા દાતાઓ ઉપસ્થિત રહેશે. આ આયોજનને સફળ બનાવવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો. જીતેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, ગોવુભા કે. જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ જાડેજા, ભરતસિંહ કે. જાડેજા, ડી.કે. જાડેજા, પ્રવિણસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, પી.એમ. જાડેજા, કાનુભા જાડેજા, ઘનશ્યામસિંહ સોઢા, ભરતસિંહ જાડેજા (ખીરી), હિતુભા ચુડાસમા, વિજયસિંહ જાડેજા, ભગવતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, રાજભા જાડેજા સહિતના સમાજના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.

અશ્વદોડ સ્પર્ધા સહિત યુવા જાગૃતિ દિવસની ઉજવણી કરાશે
કાર્યક્રમ દરમિયાન તા. 29ના બપોરે 2 વાગ્યે ભૂચરમોરીના મેદાનમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કન્વિનર સહદેવસિંહ જાડેજા તથા સહકન્વિનર અર્જુનસિહ જાડેજા આયોજીત આ કાર્યક્રમમાં એસ.ડી. ઝાલા, કિરણસિંહ જાડેજા, રાજભા જાડજા, દશરથબા એમ. પરમાર, કે.બી. વાઘેલા ઉપસ્થિત રહેશે. નિર્ણાયક તરીકે બળદેવસિંહ એસ. સરવૈયા, અજીતસિંહ બી. ગોહિલ, કિશોરસિંહ જાડેજા સેવા આપશે. તા. 31ના સવારે 9.30 થી 1.30 દરમિયાન ભૂચરમોરી શહીદ સ્મારક, ધ્રોળમાં યુવા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં કિશોરસિંહ ઝાલા, મનોહરસિંહ નટુભા જાડેજા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ડો. જીગરસિંહ જાડેજા, ડો. ધ્રુવકુમાર જાડેજા, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. હરપાલસિંહ વાઘેલા, ડો. રૂદ્રસિંહ ઝાલા, પરમવીરસિંહ પરમાર, કુલદિપસિંહ રાણા, યુવરાજસિંહ રાણા, રૂપેન્દ્રસિંહ ઝાલા, અક્ષિતસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, મિતરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં 45 વર્ષથી નાની વયના લોકોને વ્યસન મુક્તિ તથા વારસામાં પ્રાપ્ત જમીન ન વેંચવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.

પ્રથમ દિવસ | 25મીએ ‘શોર્ય કથા’નો શુભારંભ કરાશે
25મીએ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ઉદ્યોગકાર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહેશે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ભૂચર મોરીમાં દેશની પ્રથમ ‘શૌર્ય કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના પ્રથમ દિવસે જ ડો. જયેન્દ્રસિંહ જાડેજાના પુસ્તક ‘આશરા ધર્મનો અજોડ ઈતિહાસ’નું વિમોચન કરવામાં આવશે. કથામાં વ્યાસપીઠ પર દરરોજ યદુવંશ પ્રકાશ ગ્રંથ તથા તેના રચયિતા રાજકવિ સ્વ. માવદાનજી રત્નુંની તસ્વીર તથા સ્મૃતિઓ બિરાજમાન રહેશે. પ્રથમ દિવસે ચારણી સાહિત્યના નિષ્ણાત અનુભા ગઢવી તથા તેમના સાથી કલાકારો લોકસાહિત્યની સરવાણી વહાવશે.

બીજાે દિવસ | 26મીએ લોક કલાકાર ‘શાૈર્યામૃત’ પીરસશે
તા. 26ના ગધેથળ ગાયત્રી આશ્રમના મહંત પ.પૂ. લાલબાપુ, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગકાર બળવંતસિંહ રાજપૂત, પૂર્વ સાંસદ તથા ભાજપ અગ્રણી ભરતસિંહ પરમાર, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી પી.એ. જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે. કથાના બીજા દિવસે પ્રસિદ્ધ લોકકલાકાર રાજભા ગઢવી તથા તેમના સાથીદારો ‘શૌર્યામૃત’ પીરસશે.

ત્રીજો દિવસ | 27મીએ વીરતાની વાતો આગવી શૈલીમાં રજૂ કરાશે
તા. 27ના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય સી.જે. ચાવડા, ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર ઈન્દ્રવિજયસિંહ ગોહિલ વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે. કથાના ત્રીજા દિવસે પ્રસિદ્ધ કલાકાર જીતુદાન દાદ ગઢવી તેમના સાથી કલાકારો સાથે વીરતાની વાતોને આગવી શૈલીમાં રજૂ કરશે.

ચોથો દિવસ | 28મીએ ઐતિહાસિક ઘટનાઓ આગવી શૈલીમાં રજૂ થશે
તા. 28ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ધારાસભ્ય પ્રવિણભાઈ મુછાળા સહિતના ઉપસ્થિત રહેશે. કથાના ચોથા દિવસે લોકસાહિત્યના જાણીતા કલાકારો કીશોરસિંહ ગોહિલ તથા મહિપતસિંહ જાડેજા, જામરાવલના સૌરાષ્ટ્ર આગમન સહિતની ઐતિહાસિક ઘટનાઓને આગવી ઢબે રજૂ કરશે.
પાંચમો દિવસ | 29મીએ યુદ્ધ કથાઓનું રસપાન કરાવાશે
તા. 29ના ગોંડલના પ.પૂ. સંત ઘનશ્યામજી મહારાજ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહેશે. કથાના પાંચમા દિવસે લોકસાહિત્યકાર હરેશદાન સુરુ ગઢવી તથા તેમના સાથી કલાકારો યુદ્ધ કથાઓનું રસપાન કરાવશે.
છઠ્ઠાે દિવસ | 30મીએ પહાડી અવાજમાં પ્રસ્તૃત થશે શૌર્ય ગીતો
તા. 30ના પ્રાંસલા વૈદિક આશ્રમના પ.પૂ. સંત આચાર્ય ધર્મબંધુજી, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય સી.કે. રાઉલજી, સ્વર્ણિમ ગુજરાત સમિતિના ચેરમેન આઈ.કે. જાડેજા વગેરે અગ્રણીઓ અતિથિઓ બનશે. કથાના છઠ્ઠા દિવસે શૌર્યગીતોને પહાડી અવાજમાં પ્રસ્તુત કરવા પ્રખ્યાત સુરેશભાઈ રાવલ સાથી કલાકારો સાથે વીરરસની રમઝટ બોલાવશે.
સાતમો દિવસ | 31મીએ વીરતા અને ખૂમારીની કથાઓની રમઝટ
તા. 31ના સાણંદના શંકરગીરી આશ્રમના પ.પૂ. સંત આનંદમૂર્તિ મહારાજ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે. કથાના સાતમા અને અંતિમ દિવસે મેરામણભાઈ ગઢવી તથા તેમના સાથી કલાકારો વીરતા અને ખૂમારીની કથાઓ પ્રસિદ્ધ કરશે. સમગ્ર કથામાં સવારે 9.30 થી 11 દરમિયાન કથાના મુખ્ય વક્તા ડો. જયેન્દ્રસિંહ જાડેજા શૌર્ય કથા કહેશે. પ્રતિદિન સવારે 11 થી 11.30 ઉપસ્થિત સંતો તથા અતિથિઓ વક્તવ્ય આપશે તથા રોજ બપોરે 11.30 થી 1.30 દરમિયાન વિવિધ કલાકારો શૌર્યરસ પીરસશે.

અન્ય સમાચારો પણ છે...