અવ્યવસ્થા:મહાનગરપાલિકા સાંસદને પણ ગાંઠતી નથી,સાંસદના ઘરથી થોડે જ દૂર વરસાદી પાણીનો ભરાવો, નિકાલની વ્યવસ્થા જ નથી !

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંસદ પૂનમબેન માડમનું જયાં નિવાસ સ્થાન છે તે વાલકેશ્વરી નગરી વિસ્તારમાં જ વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. સાંસદના મકાનથી માંડ 100 મીટરના અંતરે જ પાણીના આ ખાબોચીયા ભરાયેલા છે. વરસાદ પડી ગયા પછી ચાર-ચાર કે પાંચ-પાંચ દિવસ સુધી અહિં પાણી ભરાયેલા રહેતા હોવાના લીધે કિચડ અને ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની પણ સંભાવના છે. વાલકેશ્વરી નગરી જેવા પોસ વિસ્તારમાં પણ જો આવી હાલત હોય અને તેને પણ મનપાના સત્તાધીશો ન ગાંઠતા હાેય તાે શહેરના અન્ય વિસ્તારોની હાલત વિશે તો કલ્પના જ કરવી રહી. 

અન્ય સમાચારો પણ છે...