જામનગરના ધનવંતરી કેમ્પસમાં આવેલા વનસ્પતિ ઉદ્યાન તેમજ અન્ય ગાર્ડનની સ્થિતિ અત્યંત દયાનીય છે. કેમ્પસના મુખ્ય દ્વાર નજીક આવેલા ગાર્ડનમા સુરક્ષા માટે ફરતે સેફટી જાળીઓ મૂકવામાં આવી છે, પરંતુ આ જાળીઓ તૂટેલી હાલતમાં છે. આટલું ઓછું હોય તેમ અમુક જગ્યાએ જાળીઓ જમીનદોસ્ત થઈ ગઈ છે. વળી ગાર્ડનની બહાર મુકવામાં આવેલા બોટનિકલ ગાર્ડન, અને ગ્રીન હાઉસનું બોર્ડ પણ જમીનદોસ્ત થઈ ગયું છે તેમ છતા તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે.
જામનગરના ધનવંતરી કેમ્પસમાં વિદ્યાર્થીઓના અધ્યયન માટે વનસ્પતિ ઉદ્યાન અને અન્ય ગાર્ડન આવેલા છે. જેમાં ચંદન સહિત અનેક દેશ-વિદેશની કીમતી વનસ્પતિઓ તેમજ છોડ ઉગાડવામાં આવે છે. આ ગાર્ડન સુરક્ષા માટે સેફટી જાળીઓ મૂકવામાં આવી છે. પરંતુ જાળીઓની સ્થિતિ અત્યંત દયનીય છે. વળી કેમ્પસમાં આવેલા અન્ય ગાર્ડનની તેમજ અન્ય જગ્યાની જાળીઓ તૂટેલી હાલતમાં છે.
આટલું ઓછું હોય તેમ અમુક જગ્યાએ જાળીઓ જમીનદોસ્ત થઈ ગઈ છે. વળી ગાર્ડનની બહાર મુકવામાં આવેલા બોટનિકલ ગાર્ડન, અને ગ્રીન હાઉસનું બોર્ડ પણ જમીનદોસ્ત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં આ કેમ્પસના ગાર્ડનમાંથી ચંદનના લાકડાની ચોરી થઈ હતી. તેમ છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.