• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Collaborative Effort Of The Administration In Jamnagar District Brought Color, Vaccinating More Than 46 Thousand People In A Single Day.

રેકોર્ડ બ્રેક રસીકરણ:જામનગર જિલ્લામાં વહિવટી તંત્રની સહિયારી મહેનત રંગ લાવી, એક જ દિવસમાં 46 હજારથી વધુ લોકોનું રસીકરણ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય મંત્રીના હસ્તે કરાયો હતો જિલ્લામાં મહારસીકરણ અભિયાનનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે જામનગર જિલ્લા આરોગ્ય તંત્રના સચોટ અને માઈક્રોપ્લાનિંગ સાથેના પૂર્વ આયોજન મુજબ 'મેગા વેક્સીનેશન ડ્રાઈવ' યોજાઈ હતી. આ મહાઅભિયાનમાં એક દિવસમાં 46 હજાર 523 લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા હતાં.

મહારસીકરણના દિને જિલ્લામાં કુલ 286 રસીકરણ કેન્દ્રો ઉપર તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ રસીકરણની મહાઝુંબેશમાં જાગૃત જાહેર જનતાએ ખુબ જ સારો પ્રતિસાદ આપતા જિલ્લામાં રસીકરણના આંકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં શહેરમાં એક જ દિવસમાં 12 હજાર 486 અને ગ્રામ્ય વિસ્તારમાં 34 હજાર 37 લોકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને મ્યુનિ. કમિશનર વિજય ખરાડીના સુદઢ આયોજન અને સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ લાયઝન અધિકારી,તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર, DPMU, RBSK, TMPHS, THV, ફાર્માસિસ્ટ, MPHS, FHS, CHO, DEOs, Male/Female હેલ્થ, તમામ આશા વર્કર તથા આંગણવાડી બહેનો મળી કુલ-1500થી વધુ માનવબળના સહકાર દ્વારા જામનગર જિલ્લામાં કોવિડ-19 રસીકરણ અભિયાન દરમિયાન એક જ દિવસમાં કુલ 46 હજાર 523 લાભાર્થીઓને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. જે અત્યાર સુધીની કામગીરીનો મહત્તમ રેકોર્ડ દર્શાવે છે.

હાલ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામ પૂરગ્રસ્ત છે તેવા પૂરગ્રસ્ત 92 ગામો કે જ્યાં વિજળી કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ નહોતી તેમજ પાણી ભરાયેલા હતા. ત્યાં બોટ દ્વારા આરોગ્યકર્મીઓ દ્વારા મોડી રાત્રી સુધી રસીકરણની ઝુંબેશ હાથ ધરી લોકોને રક્ષિત કરવામાં આવ્યા હતા. તાલુકા દીઠ જોઇએ તો પ્રથમ ડોઝમાં ધ્રોલ તાલુકામાં-1184, જામજોધપુર-2378, જામનગર-3201, જોડિયા-1822, કાલાવડ-૧૫૭૬ અને લાલપુર- 1156 મળી કુલ- 11 હજાર 317લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બીજા ડોઝમાં ધ્રોલ તાલુકામાં-2003, જામજોધપુર-2745, જામનગર-10101, જોડિયા-1572, કાલાવડ-3173 અને લાલપુર- 3126 મળી કુલ- 22 હજાર 720 લોકો મળી કુલ-34 હજાર 37 લોકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં કલેક્ટર અને અન્ય અધિકારીઓ દ્વારા રસીકરણ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇ કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે લોકો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરી સો ટકા વેક્સિનેશન કામગીરી કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

હાલ સુધીમાં જામનગર જિલ્લાના શહેર વિસ્તારના 85.31 ટકા અને ગ્રામ્ય વિસ્તારના 81.30 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તદઉપરાંત બીજા ડોઝ માટેની પાત્રતા ધરાવતા શહેર વિસ્તારના 70 ટકા ઉપર અને ગ્રામ્ય વિસ્તારના 86 ટકા લોકો રસી મેળવી ચૂકયા છે.

જામનગર જિલ્લાના લોકોની એકતા અને જાગૃતતાને લઇ જામનગર જિલ્લો રસીકરણ ઝુંબેશમાં રાષ્ટ્રીય સ્તરે અગ્ર છે.

અન્ય સમાચારો પણ છે...