તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં આંશિક રાહત બાદ રવિવારે શિયાળાએ ફરી આગવો મિજાજ દર્શાવતા લઘુતમ તાપમાન બે ડીગ્રી નીચે ગગડયુ હતુ અને પારો 12 ડીગ્રીએ પહોચી જતા કડકડતી ઠંડીથી જનજીવન ધ્રુજી ઉઠયુ હતુ.શહેરમાં રાત્રીના પગરવ સાથે જ સતત ધમધમતા માર્ગો પર ચહલ પહલ નહિવત જોવા મળી હતી.જયારે આગામી દિવસોમાં ઠંડીનુ પ્રમાણ વધવાની સંભાવના પણ હવામાન વિભાગે દર્શાવી છે. જામનગર સહિત હાલારમાં ગત સપ્તાહના પ્રારંભથી ઠંડીએ વેગ પકડયો હતો.
સતત ત્રણ દિવસ સુધી તિવ્ર ઠંડી બાદ ગત શનિવારે લોકોએ ઠંડીથી આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો. જોકે,જામનગરમાં રવિવારે લઘુતમ તાપમાન બે ડીગ્રી નીચે સરકી ગયુ હતુ જેના પગલે ફરી કકડકડતી ઠંડીનો દૌર શરૂ થયો છે.ખાસ કરી ભેજના ઉંચા પ્રમાણના કારણે તિવ્ર ઠંડી સાથે બેઠા ઠારનો અહેસાસ પણ લોકોએ કર્યો હતો.
બીજી બાજુ ભેજનુ પ્રમાણ 70 ટકાએ પહોચતા વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયુ હતુ અને સાથો સાથ ઝાકળ વર્ષા થઇ હતી.ઉતર ભારતમાં હિમ વર્ષાના કારણે જામનગર સહિત રાજયભરમાં કોલ્ડ વેવની રહેશે.આગામી દિવસોમાં હજુ ઠંડીનુ પ્રમાણ વધવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. જામનગરમાં રવિવારે રજાના દિવસે પણ કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયુ હતુ.ખાસ કરી રાત્રીના પ્રારંભ સાથે જ ધમધમતા માર્ગો પર અવર જવર નહીવત જોવા મળી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.