ચોરી:સિક્કામાં ખુલ્લા પ્લોટમાંથી 400 કિલો ભંગાર ચોરાયો

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સીસી ટીવી ફુટેજના આધારે તપાસ
  • લોખંડના જુદા-જુદા સ્પેરપાર્ટસની ચોરી

જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી એક ખાનગી કંપનીના ખુલ્લા એરિયામાંથી કોઇ તસ્કરો રૂપિયા 20 હજારની કિંમતના 400 કિલો લોખંડના ભંગારની ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી છે.જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી પઢીયાર એન્જિનિયરિંગ સર્વિસીસ નામની ખાનગી પેઢીના ખુલ્લા વાડામાં લોખંડના જુદા જુદા સ્પેરપાર્ટ સહિતનો માલસામાન રાખવામાં આવ્યો છે. જે વાડામાંથી ગત 1 મેથી 24 કલાકના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ પ્રવેશ કરી લઇ અંદરથી રૂપિયા 20 હજારની કિંમતના 400 કિલો જેટલા લોખંડના માલસામાનની ઉઠાંતરી કરી ગયા હતા.

જે ચોરીના બનાવ અંગે ખાનગી પેઢીના સંચાલક વિમલભાઈ કેશવજીભાઇ પઢિયારે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વિવિધ લોકોને પુછપરછ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસીને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...