જામનગરમાં તળાવની પાળ પરની ઘડિયાળ બંધ થઇ ગઇ છે. આટલું જ નહીં ઘડિયાળના કાંટા અલગ પડી ગયા છે. સફાઇના અભાવે ઘડિયાળની ફરતે ધૂળ અને ઝાડી-ઝાખરાનું સમ્રાજય જોવા મળી રહ્યું છે. ત્યારે બ્યુટીફીકેશન પાછળ કરોડોનું આંધક મનપાએ કર્યું છે. પરંતુ જાળવણીમાં ઘોર બેદરકારી દાખવી રહ્યું છે.
જામનગરમાં તળાવની પાળ પર મનપા દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવ્યું ત્યારે સ્ટેપ ગાર્ડન પાસે દિવાલમાં ઘડિયાળ નાખવામાં આવી હતી. પરંતુ ઘડિયાળ નાખ્યા બાદ મનપા દ્વારા તેની જાળવણી કરવામાં આવતી નથી. જેના કારણે ઘડિયાળના કાંટા અલગ થઇ ગયા છે.
વળી ઘડિયાળની સફાઇ કરવામાં ન આવતા ધૂળ અને ઝાડી-ઝાખરાનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. મનપા દ્વારા ઘડિયાળની જાળવણીમાં બેદરકારીથી બ્યુટીફીકેશનના લીરા ઉડી રહ્યા છે. જેના કારણે શહેરની આબરૂનું ધોવાણ પણ થઇ રહ્યું છે. આમ છતાં મનપા દ્વારા કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.