બંદોબસ્ત:પીએમના આગમન પહેલા શહેર સુરક્ષા છાવણીમાં ફેરવાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 આઇપીએસ, 22 ડિવાય.એસ.પી., 60 પીઆઈ સહિતનો કાફલો
  • પોલીસ દ્વારા શહેરના માર્ગો પર સઘન ચેકિંગ તેમજ બંદોબસ્ત

જામનગરની ટૂંકી મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રો મોદી આવી રહ્યા છે. મોદીના કાર્યક્રમને ધ્યાને લઇને શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત કરી દેવાયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વિક મથક માટે જામનગરની પસંદગી થઇ છે. આયુષ મંત્રાલય અને ડબલ્યુએચઓ વચ્ચે આ માટે સમજૂતી કરાર (એમઓયુ) પણ થઇ ચુકેલ છે. આ સેન્ટર ખંભાળિયા રોડ ઉપર લાખાબાવળની સામે આવેલ ગોરધનપર ગામની સરકારી માલિકીની 35 એકટર જગ્યામાં બનાવાશે.

વડાપ્રધાનના આ કાર્યક્રમને ધ્યાને લઇ સમગ્ર તંત્ર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત થઇ ગયું છે. વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાને લઇ ઉભા કરાયેલા સુરક્ષા ચક્રમાં એન.એસ.જીની ટીમ ઉપરાંત 7 આઇ.પી.એસ. અધિકારી, 22 ડી.વાય.એસ., 60 પી.આઇ, 150 પી.એસ.આઇ, 500થી વધુ પોલીસ કર્મી ઉપરાંત હોમગાર્ડ જવાનોનો સમાવેશ કરાયો છે.

સમગ્ર રૂટ ઉપર પોલીસ અધિકારીઓનું પેટ્રોલીંગ પણ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત રેપીડ એકસન ફોર્સ, બોંબ ડિસ્પોઝલ સ્કવોડ, ઝામર સાથેની ગાડી, ફાયર બિગ્રેડની ટીમ, ઇમરજન્સી 108ની ટીમ પણ સાબદી રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...