કાર્યક્રમ:સારી-ખરાબ આદતો-પરિસ્થિતિની અસર વિશે કાર્ડ ગેમ દ્વારા બાળકોને સમજ અપાઈ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ વીકની ઉજવણી નિમિતે કાર્યક્રમ યોજાયો

શહેરમાં તા. 14 થી 21 દરમિયાન ચાઈલ્ડ રાઈટ્સ વીકની ઉજવણી ચાલી રહી છે ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ જામનગર ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા અવનવા કાર્યક્રમોના માધ્યમથી બાળકોના મૂળભૂત અધિકારો અને હિતોની જાગૃતતા લાવવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ વીકની ઉજવણી નિમિતે બાળકોને સારી-ખરાબ આદતો અને પરિસ્થિતિઓની અસર કાર્ડ ગેમ દ્વારા સમજવામાં આવી હતી.

આ ગેમમાં મુખ્ય બે પ્રકારની થીમ પરના 5 કાર્ડ બાળકોને આપવામાં આવ્યા. જે બાળકો પાસે એવા કાર્ડ હોય કે જેમાં બાળકો શાળા જતા હોય, ઘરે લેશન કરતા હોય, જુદી જુદી કલાત્મક પ્રવૃતિઓ, કોમ્પ્યુટર, પ્રોજેક્ટ વગેરે શીખતા હોય, મેદાનમાં સાથે મળીને રમતો રમતા હોય, માતા-પિતાને કામમાં મદદ કરતા હોય, નશાનો વિરોધ કરતા હોય, એક બાળક બીજા બાળકને મદદ કરતુ હોય, દિકરીના જન્મને પરિવાર દ્વારા ખુશીથી આવકારવામાં આવ્યો હોય, પરિવાર સાથે બાળકો ચર્ચામાં ભાગ લેતા હોય તે બાળકો ગેમની સ્ટાર્ટીંગ લાઈન એક સ્ટેપ આગળ વધશે અને જે કાર્ડમાં બાળક ચોરી કરતુ હોય, બાળમજુરીની પરિસ્થિતિમાં હોય, મોબાઈલનો અતિરેક ઉપયોગ કરતુ હોય, બાળલગ્નની પરિસ્થિતિ હોય, નશાની આદત પડી ગયેલ હોય, ઘરમાં પરીવારના લોકો એક બીજા સાથે જગડતા હોય, બાળકે ભણવાનું છોડેલ હોય, મોબાઈલમાં ગેમ રમતા હોય, પરિવારમા બાળકીની ભ્રૂણહત્યા કરવાની માનસિકતા હોય તે બાળકો ગેમની સ્ટાર્ટીંગ લાઈનથી એક સ્ટેપ પાછળ જશે.

આમ બાળકો પાસે રહેલ કુલ 5 કાર્ડના ચિત્રોના આધારે બાળકો આગળ અને પાછળના સ્ટેપ લેશે. આ ગેમના અંતે બાળકો અને પરિવારના લોકો સામે સારી અને ખરાબ આદતોના પરિણામ દર્શાવતું જીવનનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળશે.

જીવનમાં આગળ વધવા માટે ખરાબ આદતો છોડીને સારી આદતો અપનાવવી જરૂરી છે એ બાળકો અને લોકો જાતે નક્કી કરી શકે તેવા હેતુથી ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા આ કાર્ડગેમ ડીઝાઇન કરવામાં આવેલ. કાર્યક્રમમાં જીલ્લા બાળ કલ્યાણ સમિતિના પ્રતિનિધિ, જીલ્લા બાળ સુરક્ષાના એકમના પ્રતિનિધિ, 181 મહિલા અભયમ હેલ્પલાઇનની ટીમ તથા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકો અને લોકોએ ભાગ લઈ કાર્યક્રમને આનંદિત અને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...