તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળલગ્ન:બાળલગ્ન અટકાવવા LCBને લઇ ચાઇલ્ડલાઇન ટીમ ત્રાટકી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના શંકરટેકરીનો બનાવ, બાળકીને દ્વારકાથી લાવ્યા હતાં

જામનગરમાં ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા શંકર ટેકરીમાં બાળલગ્ન થતાં હોવાની માહિતી મળી હતી અને આ દ્વારકાથી લગ્ન કરવા જામનગર આવ્યા હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાંચની મદદ લઇ શંકરટેકરી વિસ્તારમાં આયોજીત લગ્નના ઘરને શોધી કાઢવામાં આવ્યું હતું અને કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો તેમજ સ્થાનિક વિસ્તારના લોકોને બાળલગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યાઓ વિષે જાણકારી આપી લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી.

જામનગરમાં તા. 19/06/2021ના રાત્રીના 9.45 જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા તંત્રની મદદથી શંકરટેકરી વિસ્તારમાં આયોજિત બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા. તા. 20/06/2021ના આયોજિત બાળલગ્ન વિશે દ્વારકા ચાઈલ્ડલાઈન 1098 દ્વારા માહિતી મળેલ બાળકીના માતા-પિતા બાળકીને લઈ દ્વારકાથી બાળલગ્ન કરાવવા માટે જામનગર આવી પહોચ્યા હતાં.

આ માહિતી મળતા ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચની મદદથી બાળકી જામનગરના ક્યાં વિસ્તારમાં છે તે માહિતી મેળવી તુરંત ચાઇલ્ડ લાઇનની ટીમ અને તંત્ર ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરતા વરની ઉમર 21 વર્ષ તેમજ કન્યાની ઉમર 18 વર્ષથી ઓછી હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા વાલીઓને કાયદાનું માર્ગદર્શન આપવામાં આવતા બાળલગ્ન અટકાવવાનો નિર્ણય કરાયો હતો અને વધુ એક વખત ચાઇલ્ડ લાઇન 1098ને બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી હતી.

બાળલગ્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લેનારા તમામને સજા-દંડ થઇ શકે
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેના માતાપિતા/વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોરમારાજ, મંડપ-કેટરિંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વગેરે તમામને આ કાયદાકીય જોગવાઈ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...