કાર્યક્રમ:મુખ્યમંત્રી તા.20ના દ્વારકા જિલ્લાની મુલાકાતે આવશે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી દ્વારકાધીશ મંદિરે દર્શન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.20ના શનિવારના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવશે. જયાં તેઓ દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ પુજન અર્ચન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

નયારા એનર્જી રીફાઇનરી દ્વારા આયોજિત આ શિલાન્યાસ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે તેમજ આ તકે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ. પુરી કાર્યક્રમમાં ઓનલાઇન જોડાશે.

અન્ય સમાચારો પણ છે...