આરોગ્ય તંત્ર નિંદ્રામાં:જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેનને થયો ડેન્ગ્યુ, આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીને રજૂઆત કર્યાના 4થી 5 દિવસ બાદ પણ દવાનો છંટકાવ ન થયો
  • ચેરમેનની આવી હાલત તો નાગરિકોને કેવી તકલીફ પડતી હશે એ અકલ્પનીય

જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ સાંગાણીને ડેન્ગ્યુ થયો હોવાના સમાચાર ફરતા થયા હતા. જેને પગલે જામનગર જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર ફરી ઊંઘતું ઝડપાયું હતું. તેમજ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા પંચાયતમાં કોઈપણ પ્રકારની ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં નથી આવતી તે ફરી એકવાર સાબિત થયું હતું. જ્યારે આરોગ્ય સમિતિના ચેરમેનને જ ડેન્ગ્યુ થયો હોવાથી તેમણે આરોગ્ય તંત્રને જાણ કરીને સૂચના આપી હતી. ત્યારે તેમણે તમામ ગામમાં દવાનો છંટકાવ અને સર્વેની કામગીરી કરવા કહ્યું હતું.

જગદીશ સંગાણી ,આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત
જગદીશ સંગાણી ,આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત

જ્યારે આરોગ્ય શાખાના ચેરમેને ગામડાઓમાં દવા છંટકાવ અને આરોગ્યની કામગીરી લઇને અગાઉ પણ સવાલો ઉઠાવ્યા હતા, ત્યારે આરોગ્ય શાખાના ચેરમેને જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી બથવાર સામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો, તેમજ સામાન્ય સભામાં પણ રજૂઆત કરી હતી. તેમણે ગાંધીનગર સુધી પણ રજુઆત કરી હતી. અત્યારે પણ આજુબાજુના વિસ્તારોમાં સૂચના આપ્યે ચાર દિવસ થયા છે, છતાં પણ જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી બથવારે આજુબાજુ વિસ્તારના ગામડાઓમાં દવા છંટકાવ પણ નથી કરાવ્યો અને સર્વેની પણ કામગીરી હાથ ધરી નથી તેમ આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ સંગાણીએ જણાવ્યું હતું. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના ચેરમેન જગદીશ સંઘાણીએ તા. 8 નવેમ્બરના રોજ રિપોર્ટ કરાવતા તેમને ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બીજો રિપોર્ટ કરાવતાં, તેમાં પણ ડેન્ગ્યુના લક્ષણો આવ્યા હતા.

જિલ્લા પંચાયતના અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચે તકરાર થઈ હોવાનું અગાઉ પણ સામે આવ્યું હતું. જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આરોપો પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...