વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા જેમાં વિવિધ પ્રકારની તકલીફ અનુભવાતી હોય છે. કારણે કે, આ અવસ્થામાં વૃદ્ધોને એકલતા, પરિવારની ચિંતા સતાવતી હોય છે. આથી વૃધ્ધાવસ્થામાં અનિંદ્રાની સમસ્યા વધુ જોવા મળે છે. વળી આ અવસ્થામાં પ્રવૃતિ ન હોવાથી માનસિક તથા શારીરિક થાક લાગતો નથી આથી ઉંઘ ઓછી થઈ જાય છે.
ઉંઘ ઓછી થવાથી વૃધ્ધોને થતી શારીરિક અને માનસિક તકલીફમાં 20 થી 25 ટકાનો વધારો થાય છે. ઘણી વખત અનિંદ્રાની સમસ્યાથી પીડાતા વૃદ્ધો નિંદર માટે દવા લેતા હોય છે. પરંતુ નિંદર દવા વધુ લેવામાં આવે તો શરીરમાં નબળાઈ આવે છે.
માનસિક અને શારીરિક રીતે ફીટ રહેવું જરૂરી
અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે પહેલાં તો નીંદર કેમ આવતી નથી તે જાણવું જરૂરી છે. પૂરતી નીંદર માટે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું આવશ્યક છે. આથી કોઇપણ સમસ્યા કે ચિંતા હોય તો તેનું નિરાકરણ લાવવું ખૂબ જ અનિવાર્ય છે. વૃદ્ધાવસ્થામાં લાગણીની જરૂરિયાત વધુ હોય છે. આથી પરિવારના સભ્યોએ તકેદારી રાખવી જોઇએ કે ઘરમાં વૃધ્ધોને પૂરતા પ્રમાણમાં લાગણીભર્યું વાતાવરણ મળી રહે જેથી તેનું મન આપોઆપ શાંત રહે.
ચિંતા, શારીરિક સમસ્યા વગર અનિદ્રા માટે હોર્મોન્સમાં ફેરફાર અને ન્યુરો ટ્રાન્સમીટરના પ્રમાણમાં વધઘટ કારણભૂત
જો કોઈ ચિંતા અથવા શારીરિક સમસ્યા વગર અનિદ્રાની સમસ્યા થતી હોય તો તેનું મુખ્ય કારણ હાર્મોન્સમાં ફેરફાર તેમજ ન્યુરો ટ્રાન્સમીટરના પ્રમાણમાં વધઘટ છે. આથી તેને રેગ્યુલર કરવા માટે મનોચિકિત્સકના માર્ગદર્શન મુજબ દવા લેવી ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત મનોચિકિત્સક દ્વારા કાઉન્સિલિંગ કરીને આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે.> ડો.અરૂણ ખત્રી, મનોચિકિત્સક, જામનગર
પોઝિટિવિટી વધવાથી વિચારોનું પ્રમાણ ઘટશે, શરીર સ્વસ્થ થશે
વૃદ્ધાવસ્થામાં કોઈ પ્રવૃત્તિ ન હોવાથી થાક ન લાગતા સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કસરત, શારિરીક શ્રમ ઉપરાંત મનગમતી પ્રવૃત્તિ કરવી. જેને કારણે થાક અનુભવાય તેમજ પોઝીટીવ વિચાર વધે છે. આમ કરવાથી વૃધ્ધોમાં પોઝિટિવિટીનો વધારો થતા વિચારો ઓછા થશે અને થાકના કારણે નીંદર પણ આવશે.
અનિદ્રાની સમસ્યા દૂર કરવા આટલું કરો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.