બાળકી પર દુષ્કર્મ:5 જ દિવસમાં ચાર્જશીટ રજૂ થતાં કેસ ઝડપી ચાલશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 250 પાનાના ચાર્જશીટમાં નિવેદન સહિત અનેક દસ્તાવેજો

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પોતાના ઘર પાસે રમી રહેલી 4 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ચકચારી પ્રકરણમાં જામનગર શહેર-જિલ્લામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક આ કેસમાં 5 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 250 પાના ચાર્જશીટમાં નજરે જોનાર સાક્ષીઓ, સાહેદો પુરાવા વગેરે જોડવામાં આવ્યા છે.

શહેરના ખોડિયાર કોલોનીમાં રહેતા અને મધ્યમ વર્ગીય પરિવારની 4 વર્ષની પુત્રી બપોરના સમયે ઘર પાસે રમતી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલા અને રખડતી ભટકતી હાલતમાં ફરી રહેલા નેપાળી શખસ સર્જન ઉર્ફે સાજન જંગબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.35) નામના શખસની નીયત બગડી હતી અને તેણે બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાની સાથે હેડ કવાર્ટર પાછળ આવેલા બાવળની ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સર્જન ઉર્ફે સાજનની ધરપકડ કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

બીજી બાજુ પોલીસ આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક કાગળો, નિવેદનો અને પુરાવાઓ ભેગા કરી 5 જ દિવસમાં 250 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધુ હતું. રેકોર્ડબ઼્રેક ટાઈમમાં રજૂ થયેલા આ ચાર્જશીટ માટે એસપી પ્રેમસુખ ડેલુ, સિટી-સી પીઆઈ વાઘેલા સહિતના અધિકારીઓ કામે લાગ્યા હતા.

અને તાત્કાલિક એફએસએલ, મેડિકલના રિપોર્ટ મંગાવી સાહેદો તથા સાક્ષીઓના નિવેદનો 35 લોકોના લઈને તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનિકલ સોર્સીંસને આધાર બનાવી 250 પાનાનું મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે જેના કારણે આ કેસ વહેલી તકે ચાલવા પર આવી જશે અને આરોપીને પણ વહેલી તકે સજા મળવામાં મદદરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...