તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ વિશ્લેષણ:વોર્ડ નં.7માં આયાતી ઉમેદવારનો મામલો સમસ્યારૂપ બની શકે, વોર્ડ નં.8 એટલે વિકસિત-અવિકસિત વિસ્તારનો સમન્વય

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગઇ ચૂંટણીમાં પાટીદાર આંદોલન ભાજપને નડ્યું હતું

વોર્ડ નં.7 એટલે જામનગરનો સુવિધા પ્રાપ્ત વિસ્તાર ગણી શકાય. આ વિસ્તારમાં અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ અને એમ્યુઝમેન્ટ પાર્કની સુવિધા છે. પરંતુ આયાતી ઉમેદવારને લઈને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સમસ્યા ઉદભવી શકે છે. અહીંના મતદારો આયાતી ઉમેદવારને કેટલા પસંદ કરે છે એ તો ચૂંટણીના પરીણામ પછી જ ખબર પડે. પટેલ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં ગત વખતે પાસના આંદોલનના કારણે બે સીટો પટેલ મહિલાઓના ફાળે ગઈ હતી. જ્યારે ભાજપને બે સીટો મળી હતી.

આટલા વિસ્તારનો સમાવેશ
સત્યમ્ કોલોની, શિવમ્, સુંદરમ્, ઓશવાળ-2, 3, 4, પ્રવીણ દાઢીની વાડી, કેવલિયા વાડી, પ્રગતિ પાર્ક, 1404 આવાસ, સિદ્ધિ પાર્ક વગેરે.

મતદારોનું વર્ગીકરણ
પટેલ-11,000
બ્રાહ્મણ-2,800
આહિર-1,800
સુથાર-1,400
કુંભાર 1,400

સીટો|
2 મહિલા સામાન્ય
2 સામાન્ય પુરૂષ

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.8માં મોટાભાગનો વિસ્તાર વિકસિત અને અવિકસિત વિસ્તારોનો બનેલો છે જ્યાં અમૂક વિસ્તારોમાં તમામ સુવિધાઓ પ્રાપ્ત છે ત્યાં ગોકુલનગર જેવા વિસ્તારોમાં પાયાની સુવિધા માટે પણ ફાંફા છે. ગોકુલનગર વિસ્તાર અત્યંત મોટો વિસ્તાર છે જેમાં રસ્તા નથી, સરકારી સ્કૂલ નથી, લાઈટ બીલ ભરવા પણ 7 કિલોમીટર દૂર જવું પડે છે. કામદાર કોલોનીમાં ગટરની મુખ્ય સમસ્યા છે. અહીં ગટરના પાણી રસ્તા ઉપર અવાર-નવાર દોડે છે. ગત વર્ષ 2015માં અહીં ચારેય સીટો ભાજપને આવી હતી. આ વખતેનો જંગ રસાકસીવાળો ગણવામાં આવ્યો છે.

આટલા વિસ્તારનો સમાવેશ
રણજીતનગર, ઓશવાળ કોલોની, કામદાર કોલોની, મોહનનગર, મુરલીધર સોસાયટી, નવાનગર, અયોધ્યાનગર, સરદારનગર, સરદાર પાર્ક, શક્તિનગર, કામદાર-1 વગેરે.

મતદારોનું વર્ગીકરણ
બ્રાહ્મણ-2,700
પટેલ-5,000
દરબાર-1,500
સતવારા-1,400
મહાજન-2,200

સીટો
1 સામાન્ય મહિલા, 1-ઓબીસી મહિલા
2 સામાન્ય પુરૂષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો