સારવાર:હમાપરમાં ગીર ગાયની વાછરડી જન્મજાત વિકલાંગતાથી મુક્ત થઈ

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 કલાકના ઓપરેશન બાદ વિકલાંગ વાછરડીને પીડામાંથી મુક્ત કરાઈ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં ગીર ગાયને પહેલા જ વિહાણમાં જન્મથી જ આગળના બંને પગે ખરીના ભાગે વિકલાંગ વાછરડી જન્મી જેની જાણ પશુપાલક વશરામભાઈ દ્વારા તાત્કાલીક 1962ની ટીમને જાણ કરી અને નથુવડલા લોકેશનની 1962 એમ્બ્યુલન્સ ત્યાં હમાપર ગામમાં સારવાર અર્થ પોહચી અને ડો. ઉત્તમ ભીમાણી અને પાયલોટ ધર્મેન્દ્રસિંહ જાડેજા તાપસ કરતા વાછરડી જન્મ થી વિકલાંગ છે.

તેવું જણાવ્યું અને જન્મના ગણતરી ના કલાક જ થયા હોવાથી ઓપરેશન કરવું આવશ્યક ન હોવાથી ડો. ઉત્તમ ભીમાણી દ્વારા જન્મ ના 10 દિવસ બાદ ઓપરેશન કરવું શક્ય હોવાથી ઓપરેશનનું આયોજન કર્યું. આમ, ડો. ઉત્તમ ભીમાણી, ડો. ભવાનીસિંગ, પાયલોટ વિજયભાઇ અને યશપાલસિંહ જાડેજા સહિતની 4 લોકોની 1962ની ટીમ દ્વારા જન્મથી વિકલાંગ વાછરડીનું ઓપરેશન હાથધર્યું અને 2 કલાકના ઓપરેશન બાદ જન્મજાત વિકલાંગતાંની પીડામાંથી મુક્ત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...