આવાગમનમાં મુશ્કેલી:હમુસરથી ગઢેચી વચ્ચેનો પુલ 2 મહિનામાં જ તુટી ગયો, પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી

સૂરજકરાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નબળા કામથી વપરાયેલા મટીરિયલ્સ સામે પણ શંકાની સોય તકાઈ

હમુસરથી ગઢેચી જતો પુલ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો જેને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉ્લેખનીય છે, કે આ પુલનું કામ 2 મહિના પહેલા જ પૂર્ણ થયું હતું. આમ ભારે વરસાદને તંત્રની પોલ ખોલી ગઈ છે. જેને કારણે પુલની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.

હમુસરથી ગઢેચી જતો રસ્તો પ્રથમ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો.આ રસ્તો હમુસર વાડી વિસ્તાર અને ગઢેચી ગામને લાગુ પડે છે. જેને કારણે ખેડૂતો અને આવાગમન કરતા લોકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પુલ નું કામ 2 મહિના થયું છે. ત્યારે પ્રથમ ભારે વરસાદે તંત્રની પોલ ખોલી ગઈ છે. જેને કારણે પુલની કામગીરી તેમજ તેમાં વપરાયેલા મટીરીયલની સામે અનેક સવાલો ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...