તપાસ:STના પ્લેટફોર્મ પાસે અજ્ઞાત પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃતદેહને કોલ્ડ રૂમમાં રખાવ્યો

જામનગરના એસ.ટી.ડેપોના 11 નંબરના પ્લેટફોર્મ પાસેથી સોમવારે વહેલી સવારે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડયો છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી, મૃતદેહને કોલ્ડરૂમમાં રખાવી ઓળખ વિધિ સહિતની આગળની તજવીજ પોલીસે આરંભી છે.જામનગરમાં એસટી ડેપોના 11 નંબરના પ્લેટફોર્મ પર સોમવારે વહેલી સવારે પાંચેક વાગ્યે 58 વર્ષની વયના ભિક્ષુક જેવા દેખાતા એક પુરુષ બેશુદ્ધ અવસ્થામાં પડ્યા હતા.

જે અંગેની એસ.ટી.ના કંટ્રોલ વિભાગને જાણ કરતાં સૌપ્રથમ 108ની ટીમને બોલાવાઈ હતી, પરંતુ 108ની ટીમે પહોંચ્યા પછી તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. જેથી એસ.ટી.ના કંટ્રોલર નવીનચંદ્ર વલ્લભભાઈ હરવરાએ પોલીસને જાણ કરતાં સીટી એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતદેહને ઓળખ માટે જી.જી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકી રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...