તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરેરાટી:જામનગરમાં મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળ્યો

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શહેરના બર્ધન ચોક નજીક આવેલા સંઘાડિયા બજાર વિસ્તારનો બનાવ
 • એકલવાયું જીવન જીવતા મૃતક વૃદ્ધાનું મોત કુદરતી હોવાનું પોલીસનું અનુમાન

જામનગરના બ્રધર્ન ચોક વિસ્તારમાં સંધાડીયા બજારમાં રહેતા એક વૃધ્ધાનો સોમવારે તેના રહેણાંક મકાનમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડયો હતો.એકલવાયુ જીવન જીવતા વૃધ્ધાનુ કુદરતી રીતે મૃત્યુ નિપજયાનુ પોલીસે અનુમાન લગાવ્યુ છે.પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગતમુજબ જામનગરમાં બ્રધન ચોક વિસ્તારમાં સંઘાડીયા બજારમાં રહેતા ગીતાબેન જયદેશભાઇ જોશી (ઉ.વ. 65) નામના વૃધ્ધા સોમવારે તેના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. કોઇએ 108ને જાણ કરતા ટુકડી તાત્કાલિક દોડી ગઇ હતી.

જોકે,ઘર અંદર વૃધ્ધા મૃત હાલતમાં મળી આવ્યાનુ સામે આવતા સીટી એ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે કોહવાયેલી હાલતમાં મળી આવેલા આ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. અર્થે તેને જી.જી.માં ખસેડયો હતો. વૃધ્ધાનુ ત્રણેક દિવસ પુર્વે કુદરતી મોત નિપજયાના તારણ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકના પતિનુ દશેક વર્ષ પુર્વે અવસાન થયુ હોવાનુ તેમજ એકલવાયુ જીવન વ્યતિત કરતા હોવાનુ પ્રાથમિક પોલીસ તપાસમાં જાહેર થયુ છે.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો